મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

ઇન્‍સ્‍ટ્રાગ્રામ યુઝ કરવાનું હવે મોંઘુ પડી શકે છે : મહિને ૮૯ રૂપિયા ચુકવવા પડી શકે છે

નવી દિલ્‍હી : યુવાનોની પહેલી પસંદ બની ગયેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે નજીકના ભવિષ્યમાં પૈસા ચૂકવવા પડે તેવા વાવડ આવી રહ્યા છે.

અત્યારે યુવાનોની પહેલી પસંદ બની ગયેલું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે નજીકના ભવિષ્યમાં પૈસા ચૂકવવા પડે તેવા વાવડ આવી રહ્યા છે. એક્ચ્યુઅલી, ઇન્સ્ટાગ્રામ એક સબસ્ક્રિપ્શન મોડેલ પર કામ કરી રહ્યું છે.

તે અંતર્ગત ઇન્સ્ટાગ્રામનું કન્ટેન્ટ એક્સેસ કરવા માટે યુઝર્સે મહિને 89 રૂપિયા ચૂકવવા પડી શકે છે. ઇન્સ્ટાગ્રામનું કહેવું છે કે આનાથી ઇન્સ્ટાગ્રામના ક્રિએટર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને ફાયદો થશે. અત્યારે જોકે કંપનીએ આ વિશે સત્તાવાર રીતે મગનું નામ મરી પાડ્યું નથી.
ટેક્નોલોજી વેબસાઇટ 'ટેક ક્રન્ચ'ના એક રિપોર્ટમાં કહેવાયું છે કે એપલના એપ્લિકેશન સ્ટોર પર 'ઇન એપ પર્ચેસ' હેઠળ લિસ્ટેડ થયેલું છે. તે માટે ઇન્સ્ટાગ્રામ સબસ્ક્રિપ્શન કેટેગરી પણ તૈયાર કરી લેવામાં આવી છે. અત્યારે તેમાં મહિને મિનિમમ 89 રૂપિયાનો ચાર્જ દેખાઈ રહ્યો છે. ત્યાંથી શરૂ કરીને 179થી લઇને 449 રૂપિયા સુધીના ચાર્જિસનું લિસ્ટિંગ પણ ઉપલબ્ધ છે. જ્યારે તેને યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવે ત્યારે તેમાં ફેરફાર થાય તેવી પૂરી શક્યતા છે.

(11:29 pm IST)