મુખ્ય સમાચાર
News of Wednesday, 10th November 2021

પશ્ચિમી નાૌસના કમાન્ડર વાઇસ એડમિરલ આર. હરિ કુમારને ભારતીય નૌસેનાના આગામી અધ્યક્ષ સ્‍થાને પસંદ કરાયા : 30 નવેમ્બરે પોતાનો નવો કાર્યકાળ સંભાળશે

નવી દિલ્‍હી :   હરિ કુમાર હાલમાં પશ્ચિમી નાૌસના કમાનના ફ્લૈગ ઑફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ છે અને 30 નવેમ્બરે પોતાનો નવો કાર્યકાળ સંભાળશે. જેની માહિતી રક્ષા મંત્રાલયે આપી છે.રક્ષા મંત્રાલયે મંગળવારે રાત્રે જાહેરાત કરી કે, પશ્ચિમી નાૌસના કમાન્ડર વાઇસ એડમિરલ આર. હરિ કુમારને ભારતીય નૌસેનાના આગામી અધ્યક્ષ બનાવાયા છે. રક્ષા મંત્રાલયે જણાવ્યું કે, ભારતીય નૌસેનાના હાલના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ 30 નવેમ્બરે સેવાનિવૃત થશે. દિવસે બપોરે હરિ કુમાર પોતાનો પદભાર સંભાળશે. 12 એપ્રિલ 1962ના રોજ જન્મેલા વાઈસ એડમિરલ આર. હરિ કુમારને જાન્યુઆરી 1983માં ભારતીય નૌસેનાના કાર્યકારી શાખામાં કમીશન આપવામાં આવ્યું હતું.

(12:41 am IST)