મુખ્ય સમાચાર
News of Saturday, 10th November 2018

મોદી હવે નોટબંધીની વાત કરતા જ નથી : રાહુલ ગાંધી

છત્તીસગઢમાં રાહુલ ઝંઝાવતી પ્રચાર જારી રાખ્યોઃ મોદીએ ભારતના ખજાનાની ચાવી ઉદ્યોગપતિઓને સોંપી દીધી છે : ચોકીદાર ભ્રષ્ટાચારની વાત કરતા નથી : રાહુલ

રાયપુર,તા. ૧૦: છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને કોંગ્રેસ પાર્ટી તરફથી રાહુલ ગાંધીએ પ્રચારની જવાબદારી સંભાળી છે. કાંકેરમાં પોતાની રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યા હતા. રાહુલે નોટબંધી અને ભ્રષ્ટાચારના મુદ્દા પર વડાપ્રધાનને ઘેરતા કહ્યું હતું કે હવે મોદી નોટબંધી અને જીએસટીના સંદર્ભમાં વાત કરતા નથી. રાહુલે ઉપસ્થિત લોકોને અપીલ કરતા કહ્યું હતું કે કોંગ્રેસને તક આપવામાં આવે તેમ તેઓ ઈચ્છે છે. રાફેલ ડિલના મુદ્દાથી ભાષણની શરૂઆત કરતા કહ્યું હતું કે વડાપ્રધાન ૧૨ લાખ કરોડ રૂપિયા ૧૫ અમીર ઉદ્યોગપતિઓને આપી દીધા છે. અંબાણીને ૩૦ હજાર કરોડ રૂપિયાનો લાભ પહોંચાડ્યો છે. વડાપ્રધાને દેશના ખજાનાની ચાવી ઉદ્યોગપતિઓને આપી દીધી છે. અમે તિજોરીની ચાવી પછાત, કમજોરો, દલિતો અને મહિલાઓને આપવા ઈચ્છુક છીએ. મોદી ૧૫ લોકો પર વિશ્વાસ કરે છે. અમે દેશના કરોડો લોકો પર વિશ્વાસ કરીએ છીએ. મોદીએ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે નોટબંધી અને જીએસટી જેવા મુદ્દા પર મોદી હવે વાત કરતા નથી. હવે ચોકીદાર ભ્રષ્ટાચારની વાત કરતા નથી. તેઓ ભ્રષ્ટાચાર અને રોજગારની ક્યારેય વાત કરતા નથી. તેઓએ એકપણ ખોટા વચન હજુ સુધી આપ્યા નથી. લોન અને કોઈ બિલની વાત હોય તો પણ કોઈ ખોટા વચન આપ્યા નથી. પ્રજાનું સન્માન કરવાની બાબતમાં તેઓ વિશ્વાસ રાખે છે. મુખ્યમંત્રી રમણસિંહે આદિવાસી બિલને અમલી બનાવ્યું નથી પરંતુ જો અમારી સરકર બનશે તો તરત જ તેને લાગુ કરાશે. ખેડૂતો અને ગરીબોને તેમના અધિકાર આપવામાં આવશે. દરેક વ્યક્તિને  કોંગ્રેસ પાર્ટીની નહીં બલ્કે તેમની સરકાર લાગે તેમ અમે ઈચ્છીએ છીએ. રાહુલે કોંગ્રેસને તક આપવા માટે અપીલ કરી હતી. તેમણે એમ  પણ કહ્યું હતું કે અમે કોઈ એક જાતિ, ધર્મ અને જિલ્લા માટે કામ કરવા ઈચ્છુક નથી. છત્તીસગઢની પ્રજા માટે કામ કરવા ઈચ્છુક છીએ. છત્તીસગઢમાં ૧૫ વર્ષનો સમય ખરાબો થયો છે. ભાજપને પસંદ કરીને ફરીવાર સત્તા પ્રજા સોંપી શકે છે પરંતુ કોંગ્રેસ પાર્ટીને પસંદ કરાશે તો આ પાર્ટી સરકારી હોસ્પિટલો, સ્કુલો અને લોન માફીની સુવિધા આપવાનું કામ કરશે. તેમણે કહ્યું હતું કે મોદીની જેમ તેઓ ખોટા વચનો આપતા નથી. બીજી વખત ખોટા વચનોમાં કોઈ લોકો વિશ્વાસ કરતા નથી. બીજી બાજુ રાહુલ ગાંધીએ ભાજપ સરકાર ઉપર પણ પ્રહારો કર્યા હતા. નોટબંધીને લઈને રાહુલ ગાંધીએ દેશભરમાં વિરોધ પ્રદર્શનનું ગઈકાલે નેતૃત્વ કર્યું હતું. કોંગ્રેસે આઠમી અને નવમી તારીખે દેશભરમાં નોટબંધી સામેના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યા હતા.

(8:54 pm IST)