મુખ્ય સમાચાર
News of Saturday, 10th November 2018

યુ.એસ.માં ઇન્ડિયન સિનીયર્સ ઓફ શિકાગોએ દિપાવલી ઉત્સવ ઉજવ્યોઃ ગીત-સંગીતની મહેફિલ તથા ડીનર સાથે અતિથિ વિશેષ, સ્પોન્સર્સ, ડોનર્સ, એડવાઇઝર્સ સહિતનાઓનું સન્માન કરાયું

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા વાર્ષિક મનોરંજન કાર્યક્રમ અને દીપોત્સવી કાર્યક્રમ નીભવ્ય ઊંજવણી કરવામાં આવી હતી.

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા નવેમ્બર 04, 2018 ને રવિવારના રોજ સાંજે 5:00 થી રાત્રે 10:45 સુધી માનવ સેવા મંદિર, બેન્સનવીલ ના મહાલક્ષ્મી હોલમાં વાર્ષિક કાર્યક્રમ નાને દીપોત્સવ મિલન કાર્યક્રમની અતભવ્યજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં મહામનો અને સભ્યોએ વિશાલ સંખ્યામાં હાજર રહી ખુબ આનંદ માન્યો શરૂઆતમાં ઉપસ્થિત સર્વે સભ્યોએ સ્વાદિષ્ટ ડિનર માટે નિમંત્રિત કરવામાં આવ્યા હતા.

   ત્યારબાદ સાંજે 6:45 કલાકે દીપ પ્રાગટ્ય વિધિનો કાર્યક્રમ સંપન્ન થયો. આમંત્રિત સર્વે મહેમાનોને સ્ટેજ પર આવવા વિનંતી કરવામાં આવી  અને ડૉ. અનંતભાઈ રાવલે સંસ્કૃત શ્લોકો ના ઉચ્ચારણ દ્વારા દીપ પ્રાગટ્ય વિધિ કરાવી પ્રસંગે મુખ્ય મહામં શ્રી છોટાલાલ પટેલ, અતિથિ વશેષ તરીકે ઉપસ્થિત શ્રી ડો. ભરતભાઈ બ્રાઈ, શ્રી મફતભાઈ પટેલ,શ્રી ભાઈલાલભાઈ પતે,શ્રી પ્રદીપભાઈ પટેલ,શ્રી રાજુભાઈ ચૌહાણ તથા શ્રી ડાહ્યાભાઈ પ્રજાપતિ દ્વારા દીપ પ્રાગટ્યની વિધિ કરાવવામાં આવી. શ્રી મનુભાઈ શાહે સર્વે મહાનુભાવોની ઓળખવિધિ કરાવી હતી. ત્યારબાદ મહેમાનો અને સંસ્થાની કારોબારી કમિટીના સભ્યોનો ગ્રુપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.

સંસ્થાના મંત્રી શ્રી હીરાભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કરતાં સર્વેને આવકાર્યા હતા અને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ઉપસ્થિત સર્વે સભ્યોને દિવાળી અને નૂતનવર્ષાની શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ શ્રી નરેશ દેખતાવાળાએ આજના ગીત સંગીતના કાર્યક્રમ માટે સારેગમ ઓર્કેસ્ટ્રાના સંચાલિક શ્રી હિતેષભાઇ માસ્ટરને સ્ટેજ પર આવી પ્રોગ્રામનો આરંભ કરવા વિનંતી કરવામાં આવી હતી. શ્રી હિતેશ માસ્ટરે સર્વે ગાયક કલાકારોનો પરિચય કરાવી કાર્યક્રમનો શુભ આરંભ કર્યો હતો.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન ફિલ્મી ગીતો, ગુજરાતી ગીતો તથા કર્ણપ્રિય વાદ્ય સંગીત દ્વારા પ્રેક્ષોને ફરમાઈશના અનેક ગીતો રજૂ કર્યા હતા. ગીત સંગીતની મહેફિલમાં પ્રક્ષકો તાળીઓથી તાલ આપતા હતા અને સાથે નૃત્ય પણ કરતા હતા. સુંદર કાર્યક્રમ રજૂ કરવા બદલ સંસ્થાના પ્રેસિડન્ટ ડો. નરસિંહભાઇ પટેલે સર્વે કલાકારોનું સન્માન કર્યું હતું.

     આજના વાર્ષિક કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય મહેમાન શ્રી તથા સર્વે અતિથિવિશેષશ્રીઓ તથા સ્પોન્સર્સ, ડોનર્સ, એડવાઈઝર વગેરેને સ્ટેજ પર બોલાવી તેઓનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું। સમગ્ર મહેમાનોનો ગ્રુપ ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો. આમંત્રણને મન આપી ઉપસ્થિત અન્ય સિનિયર સંસ્થાઓના પ્રમુખશ્રીઓનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું.

     કાર્યક્રમના મુખ્ય મહેમાન ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર શ્રી છોટાલાલ પટેલ, અગ્રણી ડો. ભરતભાઈ બરાઈ, માનવ સેવા મંદિરના ટ્રસ્ટના ચેરમેન શ્રી પ્રદીપભાઈ પટેલ, શ્રી રાજુભાઈ ચૌહાણ, શ્રી ભાઈલાલભાઈ પટેલ, શ્રી મફતભાઈ પટેલે પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યા હતાં. અને સર્વેને દિવાળીની શુભ અમનાઓ આપી હતી. તેઓએ ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા. ડૉ. શ્રી નરસિંહભાઇ પટેલે તેમના પ્રવચનમાં સિનિયરોને શીખ આપતાં જણાવ્યું કે તમામ સિનિયરોએ નિયમિત કસરત તથા યોગ કરવા જોઈએ. જેથી તંદુરસ્તી જળવાઈ રહે.

         સંસ્થાની એડવાઈઝરી કમિટિન્સ સભ્ય પ્રો. શરદભાઈ શાહે આભારવિધિ કરી હતી. ઉપસ્થિત સર્વે મહેમાનો, પ્રેક્ષકગણ, તથા ટી.વી. એશિયાના વંદનાબેન, ફોટોગ્રાફર્સ, સારેગમાં ઓર્કેસ્ટ્રા, સર્વે કોર્ડિનેટર્સ, સ્વયં સેવકો, ઉરુસવાતી રેસ્ટોરન્ટ, માનવ સેવા મંદિરના વહીવટકર્તાઓ વગેરેનો  હાર્દિક આભાર માન્યો હતો.
       
કાર્યક્રમ દરમિયાન પ્રોજેકટર દ્વારા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' તથા ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોના કાર્યક્રમોની ઝલક દર્શાવવામાં આવી હતી. કામગીરી માટે સંસ્થાના કારોબારી કમિટીના સભ્ય શ્રી દિલીપભાઈ પટેલનો આભાર માનવામાં આવ્યો હતો. તેવું શ્રી નરસિંહભાઇ અેમ. પટેલના અહેવાલ દ્વારા શ્રી ચિતરંજન દેસાઇની યાદી જણાવે છે.

(1:54 pm IST)