મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

FATF દ્વારા બ્લેકલિસ્ટ થવાના ભયે પાકિસ્તાન ફફડ્યું : દેખાડો કરવા લશ્કર-એ-તૈયબાનાં ચાર ટૉપનાં આતંકીઓની ધરપકડ

ટેરર ફંડિંગ મામલે પ્રોફેસર ઝફર ઇકબાલ, યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને અબ્દુલ સલામની ધરપકડ

 

નવી દિલ્હી : પાકિસ્તાન પર ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ તરફથી બ્લેકલિસ્ટ થવાનો ખતરો છે. ત્યારે આકંવાદીઓનાં હમદર્દ પાકિસ્તાન ફફડ્યું છે અને દેખાડો શરૂ કર્યો છે. પાકિસ્તાનને આતંકવાદની સામે કાર્યવાહીનો ઢોંગ કરતા લશ્કર--તૈયબાનાં ચાર ટૉપનાં આતંકવાદીઓની ધરપકડ કરી છે.તેમની ટેરર ફંડિંગનાં આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. જે ચારને અરેસ્ટ કરવામાં આવ્યા છે, તેમની ઓળખ પ્રોફેસર ઝફર ઇકબાલ, યાહ્યા અઝીઝ, મોહમ્મદ અશરફ અને અબ્દુલ સલામ તરીકે થઈ છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે 12થી 15 ઑક્ટોબરની વચ્ચે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ટ ફોર્સની બેઠક થશે જેમાં પાકિસ્તાન પર નિર્ણય થશે. પહેલા ગત વર્ષે જૂનમાં પૈરિસ સ્થિત સંસ્થાએ પાકિસ્તાનને લિસ્ટમાં નાંખી દીધુ હતુ અને તેને ઑક્ટોબર 2019 સુધી આતંકવાદની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા કહ્યું હતુ.

બીજી તરફ પાકિસ્તાનનાં સીડીટીનાં એક પ્રવક્તાએ કહ્યું કે, 'નેશનલ એક્શન પ્લાનમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે, કેમકે પ્રતિબંધિત સંગઠન લશ્કરનાં મુખ્ય આતંકીઓને અરેસ્ટ કરવામાં આવ્યા છે. જમાત-ઉદ-દાવા/લશ્કર-એ-તૈયબા ચીફ હાફિઝ સઈદ પહેલાથી જ ટેરર ફંડિંગનાં આરોપમાં જેલમાં છે. હવે આ સંગઠનની મુખ્ય લીડરશિપ સામે કાર્યવાહી ચાલી રહી છે.' વધુમાં કહ્યું કે, 'સીડીટી પંજાબ ટેરર ફંડિંગનાં કેસની તપાસ કરી રહ્યું છે. લશ્કરનાં સભ્યોએ ફંડનો ઉપયોગ પોતાની સંપત્તિ બનાવવામાં અને પછી એ સંપત્તિઓનાં માધ્યમથી આતંકવાદ માટે વધારે ફંડ ભેગું કર્યું.'

(11:35 pm IST)