મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

સાહિત્યક્ષેત્રનું નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા અને ઓસ્ટ્રેલિયાના લેખક પીટર હેન્ડકેને મળ્યું

નવી દિલ્હી : વર્ષ 2019માં જાહેર કરાઇ રહેલા નોબલ પારિતોષિકમાં વર્ષ 2018નો સાહિત્યનો નોબલ પારિતોષિક પોલેન્ડની લેખિકા ઓલ્ગા તોકાર્ઝુક અને વર્ષ 2019 માટે નોબેલ પારિતોષિક ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને આપવામાં આવશે. સ્વીડિશ એકેડમીએ આ અંગેની જાહેરાત કરી હતી.

ઓલ્ગા તોકાર્ઝુકને સરહદની આરપારના જીવનને એકરૂપ દર્શાવવાની કાલ્પનિકતા માટે આ સન્માન આપવામાં આવશે. અને ઓસ્ટ્રેલિયન લેખક પીટર હેન્ડકેને ''ભાષાકીય સરળતા દ્વારા માનવ અનુભવની પરિધિ અને વિશિષ્ટતાની શોધખોળ કરવાના મહત્વપૂર્ણ કાર્ય માટે'' 2019નો નોબલ પોરિતોષિત આપવામાં આવશે.

(9:39 pm IST)