ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના વિરૂધ્ધ ચળવળના મંડાણઃ પાકિસ્તાની અમેરિકન કોંગ્રેશ્નલ કોકસમાં જોડાઇને હિન્દુત્વનો વિરોધ કરવા બદલ હિન્દુ સ્વયંસેવક સંઘ નારાજ
કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સિલીકોન વેલી તથા ફ્રેમોન્ટ કેલિફોર્નિયાનું પ્રતિનિધત્વ કરતા ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન શ્રી રો ખન્ના જુલાઇ માસમાં ''પાકિસ્તાની અમેરિકન કોંગ્રેશ્નલ કોકસ (PACC)''માં જોડાતા તથા બાદમાં ઓગસ્ટ માસમાં હિનદુત્વનો વિરોધ કરતું નિવેદન આપતા તેમની વિરૂધ્ધ આંદોલન કરવાના આયોજન માટે ૩ ઓકટો.૨૦૧૯ના રોજ ઇન્ડિયન અમેરિકન ગૃપની મીટીંગ ટાઉન હોલ કયુપરટીનો કેલિફોર્નિયા મુકામે મળી હતી.
ઉલ્લેખનીય છે કે શ્રી રો ખન્નાના દાદા ભારતની આઝાદી માટેની ચળવળના સ્વાતંત્ર્ય સેનાની હતા. જેમણે કરેલી ઓખવટ મુજબ રો ખન્નાનો વિરોધ કરનારા હિન્દુ સ્વયંસેવક સંઘના સમર્થકો છે. પરંતુ અમે માત્ર હિન્દુ નહીં તમામ લઘુમતિ કોમના સમર્થન દ્વારા ભારત તથા પાકિસ્તાન વચ્ચે સુલેહ શાંતિ જળવાય તેવો મત ધરાવીએ છીએ.