મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

અમેરિકાના લાસ વેગાસમાં ભારતના સૌંદર્યનો જાદુ છવાઇ જશેઃ ૧૨ ઓકટો.ના રોજ યોજાનારી ''મિસ અમેરિકા ૨૦૧૯'' સૌંદર્ય સ્પર્ધામાં ૫ ઇન્ડિયન અમેરિકન સુંદરીઓ જુદા જુદા સ્ટેટનું પ્રતિનિધિત્વ કરશે

લાસ વેગાસઃ યુ.એસ.માં ૧૨ ઓકટો.૨૦૧૯ના રોજ લાસ વેગાસ મુકામે યોજાનારી ''મિસ વર્લ્ડ અમેરિકા'' સૌંદર્ય સ્પર્ધામાં પાંચ ઇન્ડિયન અમેરિકન યુવતિઓ ભાગ લેશે તથા ભારતના સૌંદર્યનો જાદુ પાથરશે.

આ સ્પર્ધક સૌંદર્ય સામ્રાજ્ઞીઓમાં વોશીંગ્ટનનું પ્રતિનિધિત્વ કરનાર ૨૩ વર્ષીય શ્રીસૈની, લોસ એન્જલસ કેલિફોર્નિયામાંથી ૨૨ વર્ષીય મંજુ બેંગલોર, મિઆમી ફલોરિડામાંથી ૨૬ વર્ષીય લેખા રવિ, લોવામાંથી ૨૦ વર્ષીય જસ્મીત ધોમન તથા કન્સાસમાંથી ૧૭ વર્ષીય અમૂલ્ય ચાવા પ્રતિનિધિત્વ કરી નસીબ અજમાવશે. તેવું જાણવા મળે છે.

(9:08 pm IST)