મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પીએમ માટે નવા વિમાનમાં ઘાતક મિસાઇલો પણ રહેશે

બે બ્રાન્ડ ન્યુ બોઇંગ ૭૭૭ વિમાન મેળવાશે : રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પીએમ માટે અતિઆધુનિક અને ખાસ સુવિધાઓથી સુસજ્જ બ્રાન્ડ ન્યુ વિમાનો રહેશે

નવી દિલ્હી, તા. ૯ : દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના વિમાનમાં હવે અતિઆધુનિક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ લાગેલા રહેશે. આ વિમાનોને એર ઇન્ડિયાના પાયલોટ નહીં બલ્કે હવાઈ દળના પાયલોટ ઓપરેટ કરશે. સરકારી વિમાન કંપની એર ઇન્ડિયા ભારતીય હવાઈ દળના પાયલોટને નવા બોઇંગ ૭૭૭ વિમાનને ઓપરેટ કરવા માટે ટ્રેનિંગ આપવામાં વ્યસ્ત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત દેશની ટોપ લીડરશીપ જુલાઈ ૨૦૨૦થી બી ૭૭૭ વિમાનમાં યાત્રા કરશે. પ્રથમ વખત મિસાઇલયુક્ત મિસાઇલ અમેરિકી પ્લાન્ટમાં તૈયાર થઇ રહ્યા છે. અમેરિકી બી ૭૭૭ વિમાન લાર્જવિમાન ઇન્ફ્રારેડ કાઉન્ટર મેજર્સ અને સેલ્ફ પ્રોટેક્શન સુઇટથી સજ્જ રહેશે. આ વિમાન જુલાઈ ૨૦૨૦માં ભારત પહોંચી જશે. આવું પ્રથમ વખત બન્યું છે જ્યારે આ ટોપ લીડરશીપને લાવવા લઇ જવા માટે એરઇન્ડિયા વનના પાયલોટો એર ઇન્ડિયાના રહેશે નહીં. સામાન્યરીતે આ વિમાનોને પાયલોટમાં ફેરફાર થઇ રહ્યા છે પરંતુ મેઇન્ટેન્સ ટીમ એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડની રહેશે. આવી જ રીતે વિમાનની અંદર હાલની જેમ જ એર ઇન્ડિયાના ક્રૂ લોકો જ સેવા આપનાર છે.

                હજુ સુધી બી૭૭૭ વિમાનોને ઓપરેટ કરવા માટે ટ્રેનિંગ મેળવેલા એર ઇન્ડિયા પાયલોટ હવાઈ દળના પાયલોટોને મુંબઈના કલિના ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ આપી રહ્યા છે. બી૭૭૭ વિમાનો માટે હવાઈ દળના ચાર-૬ પાયલોટને એર ઇન્ડિયા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. હવાઈ દળના અન્ય કેટલાક પાયલોટોને પણ ટ્રેનિંગ આપવામાં આવનાર છે. હવાઈ દળના પાયલોટોનીટ્રેનિંગ અતિ જરૂરી બની ગઈ છે.

(8:59 pm IST)