મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

કર્ણાટક : ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રીજી પરમેશ્વર ના આવાસે રેડ

ટેક્સ ચોરીના મામલામાં ઉંડી તપાસ

બેંગ્લોર, તા. ૧૦ : સંકલિત દરોડામાં કર્ણાટકના બે અગ્રણી કોંગ્રેસી નેતાઓ સાથે સંબંધિત પ્રાંગણો ઉપર આજે ૩૦૦થી પણ વધુ ઇન્કમ ટેક્સના અધિકારીઓએ એક સાથે દરોડા પાડ્યા હતા.

           ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી જી પરમેશ્વર અને પૂર્વ સાંસદ ઝાલપ્પાના પુત્ર રાજેન્દ્ર સાથે જોડાયેલા સ્થળો ઉપર દરોડા પડાયા હતા. કરચોરીના મામલામાં ચાલી રહેલી તપાસના મામલામાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પરમેશ્વરાના પરિવારના સભ્યો સિદ્ધાર્થ ગ્રુપ ઓફ ઇન્સ્ટીટ્યુશન ચલાવે છે જેની સ્થાપના ૫૮ વર્ષ અગાઉ તેમના પિતા દ્વારા કરવામાં આવી હતી. પરમેશ્વરા સાથે જોડાયેલી સંસ્થાઓ, ઓફિસ, આવાસ ઉપરાંત આઈટી અધિકારીઓએ તેમના ભાઈ જી શિવપ્રસાદ અને આસીસ્ટન્ટના આવાસ ઉપર પણ દરોડા પાડ્યા હતા. ચોંકાવનારી વિગતો ખુલે તેવી સંભાવના દેખાઈ રહી છે. નીટ પરીક્ષા સાથે સંબંધિત કરચોરીના કરોડોના કેસ હોવાની વિગતો ખુલી શકે છે.

(8:56 pm IST)