News of Thursday, 10th October 2019
ઉત્તરાંખડમાં પંચાયતોની ચૂંટણી ટાળે ભાજપનો મોટો નિર્ણંય : બળવાખોર 100 નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢયા
પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા સામે મોટી કાર્યવાહી
દહેરાદુન : ઉત્તરાખંડમાં પંચાયતોની ચૂંટણી ટાણે જ શાસક ભાજપે છેલ્લા દસ દિવસમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે બળવો કરીને ચૂંટણી લડી રહેલા 100 જેટલા નેતાઓ-કાર્યકરોને પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. ભાજપે પહેલીવાર આટલી મોટી સંખ્યામાં બળવાખોરો સામે શિસ્તભંગનાં પગલાં લીધાં હતા.
ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્યામ જાજૂ અને ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંઘ રાવત 14મીએ દહૂરાદૂનની મુલાકાતે આવવાના છે અને એ સમયે પંચાયતી ચૂંટણીની ચર્ચા થશે. આ બેઠકમાં પક્ષના ઉત્તરાખંડના તમામ સાંસદો, ધારાસભ્યો અને ચૂંટણીના ઉમેદવારોને હાજર રહેવાની તાકીદ કરાઇ હતી.
(9:58 pm IST)