મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

સલમાનના બંગલા પર રેડઃ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આરોપીની ધરપકડ કરી

આરોપી ર૦ વર્ષથી સલમાનના બંગલાની સિકયોરીટી સંભાળતો હતો

મુંબઇ તા. ૧૦ : મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે બોલિવુડ સુપરસ્ટાર સલમાનખાનના બંગલા પરથી એક વોન્ટેડ અપરાધીની ધરપકડ કરી હતી. ર૯ વર્ષ જુના ચોરીના એક મામલામાં પોલીસને શકિત સિદ્વેશ્વર રાણાની શોધ હતી.

આશ્ચર્યની વાત એ છે કે આ અપરાધી સલમાનખાનના બંગલાની છેલ્લા ર૦ વર્ષથી સિકયોરીટીની નોકરી કરતો હતો પોલીસનું કહેવું છે કે૧૯૯૦માં આ અપરાધીની એક ચોરીના મામલામાં ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ જામીન પર છૂટયા બાદ તે ફરાર થઇ ગયો હતો કેટલાય વર્ષોથી સેશન્સ કોર્ટ આ આરોપીની વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરન્ટ ઇશ્યુ કર્યું હતું, પરંતુ પોલીસને આ અપરાધી હાથ લાગતો નથી.

અપરાધી સિધ્ધેશ્વર રાણા છેલ્લા ર૯ વર્ષથી પોતાની ઓળખ છૂપાવીને ફરતો હતો. ત્યારબાદ બાતમીદાર તરફથી મળેલી માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે સલમાનખાનના બંગલા પર રેડ પાડીને આરોપી સિધ્ધેશ્વર રાણાને ઝડપી લીધો હતો. તેના પર એવો આરોપ છે કે તેણે ત્રણ સાગરીતો સાથે મળીને વરલીમાં એક શખ્સના ઘરમાં બળજબરીપૂર્વક ઘુસી જઇને તેમની મારપીટ કરી હતી. અને લૂંટફાટ ચલાવી હતી.

તાજેતરમાં ક્રાઇમ બ્રાન્ચ યુનિટ -૪ ના ઇન્સ્પેકટર નિનાદ સાવંતને એવી બાતમી મળી હતી કે સિધ્ધેશ્વર રાણા ગોરઇ બીચની આસપાસ રહે છે અને સલમખાનના બંગલામાં સિકયોરીટી ગાર્ડ તરીકે કામ કરે છે.

(3:54 pm IST)