મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

ઈમરાનખાન 'મુસ્લિમ મેન ઓફ ધી ઈયર' જોર્ડનની સંસ્થાએ આપેલો એવોર્ડ

ઈસ્લામાબાદ તા. ૧૦: જોર્ડનની રોયલ ઈસ્લામીક સ્ટ્રેટેજીક સ્ટડીસ સેન્ટર નામની સંસ્થાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને મુસ્લીમ મેન ઓફ ધી ઈયર નામનો મોટો એવોર્ડ આપ્યો છે. ક્રિકેટ ક્ષેત્રે પોતાના યોગદાન અને રાજકીય કારર્કીર્દીને અનુલક્ષી આ એવોર્ડ અપાયો છે.

સંસ્થાએ જણાવ્યુ છે કે ઈમરાનખાન ક્રિકેટમાં આવ્યા તો વર્લ્ડ કપ જીત્યો હતો અને રાજકારણમાં આવ્યા તો વડાપ્રધાન બની ગયા જે તેમનુ જીવન મુસ્લીમો માટે પ્રેરણાદાયી છે. કાશ્મીરના પ્રશ્ને પણ જોર્ડનની આ સુરક્ષાએ પ્રશંસા કરી છે. ગત વર્ષે આ એવોર્ડ કક્ષાના રાષ્ટ્રપતિને અપાયો હતો.

(3:29 pm IST)