મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

જીલ્લા અધિકારીએ પ્લાસ્ટિક કપમાં ચા પીધી : પોતાને જ ૫૦૦૦ નો દંડ ફટકાર્યો

બીડ તા ૧૦  : મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં પ્લાસ્ટિકના કપમાં ચા પીધા બાદ જિલ્લા અધિકારીએ પોતાના ઉપર દંડ ફટકારી દીધો છે. આ અનોખી ઘટનાની સમગ્ર જિલ્લામાં ચર્ચા થઇ રહી છે. લોકો જિલ્લાઅધિકારીની ઇમાનદારીની પ્રશંસા કરી રહ્યા છે. જાણકારી અ નુસાર બીડ જિલ્લામાં તેનાત કલેકટર આસ્તિક કુમાર પાંડેએ પ્લાસ્ટિકના કપમાંથી ચા પીધી હતી ત્યારબાદ તેમણે પોતાની ઉપર ૫૦૦૦ રૂપિયાનો દંડ ફટકારી દીધો. કહેવામાં આવી રહ્યું છે કે આ રાજયનો પહેલો મામલો છે, જયારે કોઇ કલેકટરે પોતાને જ દંડ ફટકાર્યો હોય.

પત્રકારે કહ્યું કે એક ગરીબ ખેડૂત ઉમેદવારે પોતાની જમા રાશિની ચુકવણી કરવા માટે પેાસિટકની થેલીનો ઉપયોગ કર્યો હતો. જમા રાશિને તે એક પ્લાસિટકની થેલીમાં ભરીને લાવ્યો હતો.

(3:28 pm IST)