મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

આત્મહત્યામાં ગુજરાત ૧પમાં - સિકકીમ પ્રથમ સ્થાને

આજે વિશ્વ માનસિક સ્વાસ્થ દિવસઃ ગરીબ આત્મહત્યા નહિં છેવટ સુધી સંઘર્ષ કરે છેઃ આત્મહત્યા કરનારાઓમાં બિહાર સૌથી પાછળ

અમદાવાદ તા. ૧૦: દેશમાં અવારનવાર આત્મહત્યાના બનાવો બહાર આવતા જ હોય છે. પણ ચોંકાવનારી વાત એ છે કે આક્ષર અને વિકસીત રાજયોની સરખામણીમાં ઓછા સાક્ષર અને વિકાસશીલ રાજયોમાં આત્મહત્યાનો દર ઓછો છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના આંકડા અનુસાર સિક્કીમ, કેરળ, તમિલનાડુ આત્મહત્યાના મામલામાં સૌથી આગળ છે. જયારે બિહાર, ઝારખંડ અને મણીપુર આ લીસ્ટમાં સૌથી નીચે છે. આનાથી સ્પષ્ટ થાય છે કે ગરીબ વર્ગના લોકો અંતિમ સમય સુધી સંઘર્ષ કરે છે.

વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસની આ વર્ષની થીમ-આત્મહત્યાથી બચાવ (સુસાઇડ પ્રિવેન્શન) છે. આ અંગે અમદાવાદની મેન્ટલ હોસ્પીટલના અધીક્ષક અને મનોચિકિત્સક ડો. અજય ચૌહાણે જણાવ્યું કે ભારતમાં આત્મહત્યાનો દર પ્રતિ ૧ લાખે ૧૦ થી વધારે છે. આમાં સિક્કીમ રાજય પહેલા નંબર પર છે. જયારે છત્તીસગઢ બીજા અને તેલંગાણા ત્રીજા સ્થાને છે. આ બાતે બીહાર રાજય સૌથી પાછળ છે. આનાથી એ સાબિત થાય છે કે ગરીબોની સરખામણીમાં અમીર લોકો વધારે તણાવ સહન નથી કરી શકતા કદાચ ગરીબી સંઘર્ષ કરવાનું શીખવે છે.

મનોચિકિત્સકો માને છે કે આત્મહત્યા નિવારણ માટે સમાજ અને પરિવારજનોએ આગળ આવવાની જરૂર છે. આત્મહત્યા કરતા પહેલા દરેક વ્યકિત ઇચ્છા પ્રગટ પણ કરે છે તેને જાણવાની જવાબદારી પણ સમાજ અને તેમના પરિવારજનોની છે. આમ તો આત્મહત્યાનું સૌથી મોટું કારણ ચિંતા અને તણાવ છે. છતાં પણ ઘણાં લોકો માનસિક બિમારીના કારણે જીવ આપવા તૈયાર થઇ જાય છે. ચિંતા અને તણાવ સહન કરવાની શકિત ન હોવાથી અથવા મેનેજ ન થઇ શકવાથી વ્યકિત અંતિમ પગલું ભરી લેતી હોય છે.

વિશ્વ માનસિક આરોગ્ય દિવસના ઉપલક્ષ્યમાં આ વર્ષે યુનિફોર્મ સર્વિસ ફોર્સ માટે જાગરૂકતા કાર્યક્રમનું આયોજન થઇ રહ્યું છે. જેના હેઠળ મેન્ટલ હોસ્પીટલ અમદાવાદ દ્વારા ગાંધીનગરમાં આજે બીએસએફ, આઇપીએસ એસોસીએશન, સીઆરપીએફ જેવા યુનિફોર્મ દળોને તણાવ સામે લડવાનો હુન્નર શિખવફાડવામાં આવશે. આ લોકો વધારે તણાવગ્રસ્ત રહે છે જે કયારેક ગંભીર સ્વરૂપ પણ લઇ લે છે.

આત્મહત્યાનો દર (પ્રતિ એક લાખ)

નંબર

રાજય

દર

નંબર

રાજય

દર

સિક્કીમ

૩૭.પ

૧૯

હિમાચલ

૭.૭

છત્તીસગઢ

ર૭.૭

ર૦

મેઘાલય

૬.ર

તેલંગાણા

ર૭.૭

ર૧

રાજસ્થાન

૪.૮

તમિલનાડુ

રર.૮

રર

ઉત્તરાખંડ

૪.પ

કેરળ

ર૧.૬

ર૩

પંજાબ

૩.૬

ત્રિપુરા

૧૯.૬

ર૪

જમ્મુ-કાશ્મીર

૩.૦

કર્ણાટક

૧૭.૪

રપ

ઝારખંડ

ર.પ

પશ્ચિમ બંગાળ

૧પ.૭

ર૬

ઉત્તર પ્રદેશ

૧.૮

ગોવા

૧પ.૪

ર૭

મણિપુર

૧.૪

૧૦

મહારાષ્ટ્ર

૧૪.ર

ર૮

નાગાલેન્ડ

૦.૯

૧૧

મધ્ય પ્રદેશ

૧૩.૩

ર૯

બિહાર

૦.પ

કેન્દ્ર શાસિત પ્રદેશો

૧ર

હરિયાણા

૧૩.૦

પોંડીચેરી

૪૩.ર

૧૩

આંધ્ર પ્રદેશ

૧ર.૧

આંદામાન

ર૮.૯

૧૪

મિઝોરમ

૧૧.૭

દાદરાનગર હવેલી

રપ.૪

૧પ

ગુજરાત

૧૧.૬

દીવ-દમણ

૧૧.૮

૧૬

અરૂણાચલ

૧૦.૪

દિલ્હી

૮.૮

૧૭

આસામ

૧૦.૦

ચંદીગઢ

૬.૯

૧૮

ઓરિસ્સા

૯.૭

લક્ષદ્વિપ

૬.૩

(3:25 pm IST)