મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પાકિસ્તાનમાં ઇમરાનખાને ગરીબોને મફત ભોજન આપવાની યોજના શરૂ કરી

ઇસ્લામાબાદ તા ૧૦  : પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાને સાઉદી અરેબીયાના  મદિના શરીફ શહેરમાં ચાલતી યોજના મુજબ પોતાના દેશમાં ગરીબોને  મફત ભોજન આપવાની શરૂઆત કરી છે.

આ અન્નક્ષેત્ર યોજના નાના ગામોમાં ચાલશે. સૈલાની વેલ્ફેર ટ્રસ્ટના સહયોગથી પાકિસ્તાનમાં આ સોૈથી મોટો ગરીબ ઉત્થાન કાર્યક્રમ છે.

વિશેષ સહાયક ડો. સાનિયા નિશીરે કહ્યું છે કે, એક સાથે પાકિસ્તાનમાં ૧૧૨ અહેસાસ સૈલાની લંગર મોકલાશે અને જેનાથી રાજધાની પાસેના ૬૦૦ લોકોને દરરોજ મફત ભોજન મળશે.

(3:23 pm IST)