મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

રાજસ્થાનના જેસલમેરમાં સહેલાણીઓ દ્વારા માત્ર 15 દિવસમાં 50 કરોડ રૂપિયાનો બિઝનેસ !

માત્ર પાંચ દિવસમાં 70 હજાર જેટલાં પર્યટકો સુવર્ણનગરીની મુલાકાતે ઉમટી પડશેઃ હાલમાં બંગાળીઓ અને ત્યારબાદ ગુજરાતી સહિતના દેશવાસીઓ રજાઓની મોજ માણશેઃ જેસલમેરની 'ટ્રાવેલ માર્કેટ'માં અ...ધ...ધ...ધ તેજી!

રાજકોટ તા. ૧૦: હાલમાં પશ્ચિમ બંગાળમાં નવરાત્રીની સ્થાપના પછીના ૧પ દિવસ રજાઓનો માહોલ ચાલી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં દિવાળીની રજાઓ આવી રહી છે ત્યારે બંગાળી અને ગુજરાતીઓ માટે રાજસ્થાનનું જેસલમેર હોટ ફેવરીટ ડેસ્ટીનેશન બન્યું છે.

માપ પાંચ દિવસમાં જ આશરે ૭૦ હજાર જેટલા ફરવાના શોખીનો રાજસ્થાનની કહેવાતી આ સુવર્ણનગરીની મુલાકાત લેશે તેવો અંદાજ મુકાઇ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે ૧પ દિવસમાં પ૦ કરોડ રૂપિયા જેટલો અ...ધ...ધ..ધ.. બિઝનેસ સહેલાણીઓ દ્વારા જેસલમેરની માર્કેટમાં આપવામાં આવશે.

નવરાત્રી (દુર્ગાપૂજા)ની સ્થાપના પછી પશ્ચિમ બંગાળમાં ૧પ દિવસની રજાઓનો માહોલ હોય છે ત્યારે હજારો બંગાળી સહેલાણીઓ રાજસ્થાનની સુવર્ણનગરી-જેસલમેરની મુલાકાત લઇ રહ્યા છે. સોનાર કિલ્લાથી લઇને સમના રેતીના ઢગલાઓ (રણ) સુધી હાથમાં છત્રી અને ચહેરા ઉપર ગોગલ્સ સાથે હજારો બંગાળી સહેલાણીઓ નજરે પડી રહ્યા છે.

સાથે-સાથે દિવાળીની રજઠાઓનો માહોલ પણ બારણે ટકોરા મારી રહ્યો છે ત્યારે દિવાળી અને લાભપાંચમના અંત સુધી ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી પ્રવાસીઓ રાજસ્થાન ખાતે ઉમટી પડશે. જેસલમેર અને સમગ્ર રાજસ્થાન રાજયના હોટલ-રેસ્ટોરન્ટ માલિકોને પણ આ રજાઓ દરમ્યાન પોતાનો બિઝનેસ અનેકગણો વધી જવાની ધારણા છે.

(3:22 pm IST)