કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દે 14 વર્ષની કિશોરીએ લખી બુક : જીતેન્દ્રસિંહે કર્યું અનાવરણ
નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને દેશભરમાં લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. ઘણા તેના પક્ષમાં દેખાય છે ઘણા તેના વિરોધમાં દેખાઇ રહ્યા છે. હવે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દાને લઇને એક 14 વર્ષની યુવતીએ બુક પ્રકાશીત કરી છે, જેનુ અનાવરણ કેન્દ્રિય મંત્રી જિતેન્દ્ર સિંહે કર્યુ હતુ.
દેશ નહી પણ વિદેશમાં પણ છેલ્લા બે મહિનાથી એક સળગતો મુદ્દો બની ગયેલા કાશ્મીર મુદ્દાને એક 14 વર્ષની યુવતીએ બુક લખીને વર્ણવાનો પ્રયત્ન કર્યો છે, આ યુવતીનું નામ અયન્ના કોહલી છે, જે હાલમાં સ્કૂલમાં અભ્યાસ કરે છે, જેણે કાશ્મીરમાં કલમ 370 હટાવવાનાં મુદ્દે સમગ્ર દેશમાં પ્રવાસ કરી લોકોની પ્રતિક્રિયા આ વિશે જાણવાનો પ્રયત્ન કર્યો હતો. જે બાદ તેણે લોકોનો મત કાશ્મીરમાં કલમ 370 હટાવવાને લઇને શું છે તે જાણવાનો પ્રયત્ન કર્યો અને ત્યારબાદ તેણે પોતાની બુકમાં તેને સ્થાન આપ્યુ છે. આ બુકનું કેન્દ્રિય મંત્રી ડૉ.જિતેન્દ્ર સિંહ દ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ.