મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

કાશ્મીરમાં જનજીવન ફરી ધબકતું થયું : શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓ પહોંચ્યા :વેલીમાં પ્રશાશનને મંજૂરી: પ્રવાસીઓને સુરક્ષાની ખાતરી

કાશ્મીરી નેતા યાવર મીર, નૂર મોહમ્મદ અને શોએબ લોનને મુક્ત કરાયા

શ્રીનગર : આર્ટિકલ 370 મામલે પાકિસ્તાન અને વિપક્ષો સહિતનાં અનેક લોકો દ્વારા કાશ્મીર મામલે કરવામાં આવેલી તમામ વાતો વચ્ચે કાશ્મીરનું જનજીવન ફરી ઘબકતું જોવા મળી રહ્યું છેકાશ્મીરનાં રાજ્યપાલ દ્વારા કાશ્મીર વેલીમાં પ્રવાસનને પણ મંજૂરી આપી દેવાની સાથે સાથે પ્રવાસીઓને સુરક્ષાની પણ ખાતરી આપવામાં આવી હતી. સાથે સાથે કાશ્મીરની મોટા ભાગની સ્કૂલો અને કોલેજો ફરી વિદ્યાર્થીઓથી ઉભરાતી થઇ ગઇ છે.

 અલગતાવાદી નેતાઓને પણ સરકાર દ્વારા તબ્બકાવાર મુક્ત કરવામાં આવી રહ્યા છે. આજે પણ આ કવાયતનાં ભાગરૂપે આજે  3 કાશ્મીરી નેતાઓને મુક્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, યાવર મીર, નૂર મોહમ્મદ અને શોએબ લોનને મુક્ત કરવામાં આવ્યા છે, તેમની અટકાયત સમાપ્ત કરવામાં આવી છે. આ પૂર્વે પણ સરકાર દ્વારા ઇમરાન અન્સારી અને સૈયદ અખૂનને આરોગ્યનાં કારણોસર નજરબંધી માથી મુક્તી આપી દેવામાં આવી હતી.

એ વાત અલગ છે કે, હાલ પણ કાશ્મીરનાં ત્રણ પૂર્વ મુખ્ય પ્રધાનો ફારુક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તીને અટકાયતમાં રાખવામાં આવ્યા છે. જો કે, હવે તેમને તેનાં પક્ષનાં પ્રતિનીધી મંડળો મળી શકે તેવી સુવિધા પણ આપવામાં આવી રહી છે. સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે, કાશ્મીરનાં વાતાવરણમાં કલેશ ન જન્મે તેવા હેતુ સાથે જ આ નેતાઓને અટકાયતમાં રાખવામા આવેલા છે. જેમ જેમ પરિસ્થિતિ સાનુકુળ જણાતી જશે તમામ નેતાને મુક્ત કરી દોવામાં આવશે.

(1:35 pm IST)