મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

શશીકલાને જે જેલમાં રાખેલ છે ત્યાંથી ઢગલા મોઢે છરીઓ મળી આવી

બેંગ્લુરૃઃ અહિંની સેન્ટ્રલ જેલમાં દરોડા પાડી ક્રાઇમ બ્રાંચે ૩૭ ચાકુ, મોબાઇલ, સીમકાર્ડ, ગાંજો કબ્જે લીધા છે. તામીલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. જયલલીતાની ખુબ જ નજીક મનાતી શશીકલા નીરાજન આ જ જેલમાં સજા કાપી રહેલ છે. શશીકલાને જેલમાં ખાસ સવલતો આપવા બાબતે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મોટો વિવાદ થયેલ. પોલીસે જેલના બધા સેલમાં સાગમટે તપાસ કરી હતી.

(1:08 pm IST)