મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પૂર્વ પ્રેસીડેન્ટ પૂર્વ જીમી કાર્ટરની ડોનાલ્ડ ટ્રમ્પને ટકોરઃ 'સત્ય બોલો, ટ્વિટ ઓછી કરો'

અમદાવાદ : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે મહાભિયોગમાં ફસાયેલ વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને બે સલાહ આપી છે. જેમાં ટ્રમ્પે સાચું બોલવું જોઈએ અને ટ્વિટ ઓછી કરવી જોઈએનો સમાવેશ થાય છે. કાર્ટરે કહ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગ તપાસમાં સહયોગ આપવો જોઈએ. એક ઇન્ટરવ્યૂમાં ૯૫ વર્ષીય જિમી કાર્ટરે કહ્યું હતું કે તેમને એક સલાહ આપવા માંગુ છું કે તેઓ સત્ય જ બોલે મારૂ માનવું છે કે તેનાથી ફર્ક પડશે. વધુમાં તેઓએ કહ્યું હતું કે તેમણે પોતાની ટ્વિટ પણ ઘટાડવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વ્હાઇટ હાઉસે મહાભિયોગ તપાસમાં સહયોગ આપવાનો ઇન્કાર કરી દીધો છે. દસ્તાવેજો અને ઇન્ટરવ્યૂ માટેના સાંસદોના આગ્રહને ટ્રમ્પ શાસનના અધિકારીઓએ નકારી દીધો હતો. તપાસમાં સહયોગ આપવાનાં ટ્રમ્પના ઈંન્કારને કાર્ટરે કસ્ટમ્સથી અલગ અને અમેરિકન જનતાની આશાઓથી દૂર થવું ગણાવ્યું છે. બીજી તરફ વ્હાઇટ હાઉસે ગઈકાલે અમેરિકાના એક ટોચના રાજકીય નેતાને ટ્રમ્પ વિરુદ્ઘ મહાભિયોગ તપાસનો હિસ્સો બનવાથી રોકયા હતા.

ઉલ્લેખનીય છે કે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બિડેને પણ ટ્રમ્પ ગુપ્ત મહાભિયોગની પ્રક્રિયા ચલાવવાનું સમર્થન કર્યું હતું. બિડેને કહ્યું હતું કે ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવું દુર્ભાગ્યપૂર્ણ હશે પરંતુ તેમન કાર્યોને લીધે જ આ થઇ રહ્યું છે.

(1:07 pm IST)