મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

દેશભરના પર્યટકો આજથી જમ્મુ કાશ્મીરના પ્રવાસે જઈ શકશે, 66 દિવસથી લાગેલો પ્રતિબંધ હટાવાયો, ટુરિસ્ટો જન્નતના દીદાર કરી શકશે, જોકે અનેક વિસ્તારમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવા બંધ : નરેન્દ્ર ભાઈ ને પત્ર લખનારને 49 મહાનુભાવોને રાહત, તેમની સામે દેશદ્રોહનો કેસ ખોટો સાબિત થતા બંધ કરવા આદેશ : સુરત મહેસાણા અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂના ઠેર ઠેર દરોડા ચાલુ : રાહુલ ગાંધી બે દિવસ ગુજરાતમાં : પંજાબમાં ફરી પાકિસ્તાની ડ્રોન દેખાયા : રાજસ્થાનના ટોન્કમાંક બે જૂથો વચ્ચે અથડામણ, ઈન્ટરનેટ ઉપર પ્રતિબંધ :સુપ્રીમ કોર્ટે બાવીસ વર્ષથી અલગ રહેતાં દંપતીના વિવાહને સમાપ્ત કરવા આદેશ આપ્યો, કહ્યું કે પતિ-પત્ની વચ્ચે અંતર એટલું વધી જાય કે પાસે આવવાનું શક્ય ન હોય તો છૂટાછેડા થઈ શકે છે : 50 સ્ટેશનો અને દોઢસો ટ્રેનો ખાનગી હાથોમાં સોંપવા નીતિ આયોગે રેલવે બોર્ડને પત્ર લખ્યો : હવેથી ચાલુ ટ્રેને સામાન ચોરી થવા ઉપર એફઆઈઆર નોંધાવી શકાશે : ટ્રાફિકના નવા નિયમોનો દેશભરમાં પ્રચંડ વિરોધ : આવતીકાલે તામિલનાડુના ઐતિહાસિક મહાબલિપુરમમાં નરેન્દ્રભાઈ અને જિનપિંગ વચ્ચે મંત્રણા

(1:04 pm IST)