મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

અમારા આંતરિક મામલાઓ પર ટિપ્પણી ન કરો

કાશ્મીર મુદ્દે ભારતનો ચીનને સંદેશ : જિનપિંગે ઈમરાન ખાનને કહ્યુ હતું કે, ચીન કાશ્મીરની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે

નવી દિલ્હી, તા.૧૦:  ચીન ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન  વચ્ચે કાશ્મીર મુદ્દે ચર્ચા કરવાના અહેવાલો પર આકરી પ્રતિક્રિયા વ્યકત કરતાં ભારતે કહ્યું કે, આ મુદ્દે અમારા વલણથી બીજિંગ સારી રીતે અવગત છે અને અમારા આંતરિક મામલાઓ પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.

ભારતની આ આકરી પ્રતિક્રિયા જિનપિંગ અને ખાનની વચ્ચે એક બેઠકમાં કાશ્મીર પર ચર્ચા થવા વિશે ચીનના સરકારી મીડિયામાં આવેલા અહેવાલો બાદ આવી છે. અહેવાલો મુજબ, બેઠકમાં શી જિનપિંગે ઈમરાન ખાનને કહ્યુ કે કાશ્મીરમાં સ્થિતિ પર ચીન નજર રાખી રહ્યું છે અને તેઓએ આશા વ્યકત કરી કે શાંતિપૂર્ણ મંત્રણા દ્વારા આ મુદ્દાનો ઉકેલ લાવી શકાય છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે કહ્યુ કે, અમે શી જિનપિંગની ઈમરાન ખાનની સાથે બેઠક વિશે અહેવાલો જોયા છે જેમાં કાશ્મીર પર તેમની વચ્ચે થયેલી ચર્ચાનો પણ ઉલ્લેખ છે. ભારતનું સતત અને સ્પષ્ટ વલણ રહ્યું છે કે, જમ્મુ-કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. ચીન અમારા વલણથી સારી રીતે અવગત છે. ભારતા આંતરિક મામલાઓ પર અન્ય દેશ ટિપ્પણી ન કરે.

(11:42 am IST)