મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

શું પાકિસ્તાન થી આવ્યા છો ? : ભારત માતાની જય ન બોલવાવાળાનેે બીજેપી ઉમેદવાર સોનાલી ફોગાટએ ઉધડો લીધો

   ટિકટોક સ્ટાર અને હરિયાણાની આદમપુર સીટથી બીજેપી ઉમેદવાર સોનાલી ફોગાટનો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં તે રેલીમાં લોકોને ભારત માતાની જય નો નારો લગાવતી જોવા મળી રહી છે.

નારા ન લગાવવા વાળાને એમણે કહ્યું શુ ભાઇ પાકિસ્તાનથી આવ્યો છો? પાકિસ્તાની છો? જો હિન્દુસ્તાની છો તો બોલો ભારત માતાકી જય.

     સોનાલીએ કહ્યું શરમ આવે છે તમારા જેવા હિન્દુસ્તાનીઓ પર જે તુચ્છ રાજનીતિ માટે પોતાના દેશની જય નથી બોલી શકતા.

(12:00 am IST)