મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પ્લાસ્ટિક કપના ઉપયોગને લઇ મહારાષ્ટ્ર ડીએમએ ખુદ પર લગાવ્યો રૂ. પ૦૦૦ નો દંડઃ પ્રશંસાને પાત્ર

    બીડ ( મહારાષ્ટ્ર) ના જીલ્લાધિકારી આસ્તિકકુમાર પાંડેએ એક પત્રકાર દ્વારા ડીએમ ઓફિસમાં પ્લાસ્ટિક કપોના ઉપયોગની વાત બતાવ્યા પછી ખુદ પર રૂ. પ૦૦૦ નો દંડ લગાવ્યો છે.

     રિર્પોટસ મુજબ પ્રેસ કોન્ફરન્સમાં આવેલ પત્રકારોને પ્લાસ્ટીકના કપમા ચા આપવામાં આવી હતી. મહારાષ્ટ્રમાં પ્લાસ્ટિક ઉત્પાદનો પર પૂર્ણ પ્રતિબંધ છે.

         પ્રતિબંધનુ પ્રથમ વખત ઉલ્લંઘન કરવા બદલ રૂ. પ૦૦૦ ના દંડનુ પ્રાવધાન છે.

(8:43 am IST)