મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

પોલેન્ડમાં બીજા વિશ્વયુદ્ધનો 74 વર્ષ બાદ ફૂટ્યો બોંબ: 2 સૈનિકના મોત : 2 ઘાયલ

કુજનિયા રાસિબોર્સકા જંગલમાં સૈનિકો તેને ડિફ્યૂઝ કરતા હતા ત્યારે બોબ ફૂટતા દુર્ઘટના સર્જાઈ

 

જાપાન અને ચીન વચ્ચે થયેલાં યુદ્ધ વખતે પડ્યો રહેલો બોંબ 74 વર્ષ બાદ ફૂટ્યો છે. પોલેન્ડમાં બોંબ ફૂટવાથી બેં સૈનિકોના મોત નીપજ્યા છે. જ્યારે બે સૈનિક ગંભીર રીતે ઘાયલ થયા છે. 74 વર્ષ પહેલાં થયેલાં બીજા વિશ્વ યુદ્ધનો બોંબ મળી આવતા સૈનિકો તેને ડિફ્યૂઝ કરવાની કોશિશ કરી રહ્યાં હતા. સમયે બોંબ ફૂટ્યો હતો અને દૂર્ઘટના સર્જાઈ હતી

  દૂર્ઘટના પોલેન્ડના કુજનિયા રાસિબોર્સકા જંગલમાં સર્જાઈ છે. ઘટનામાં ઘાયલ થયેલાં સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. બે સૈનિકના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા જ્યારે અન્ય બે સૈનિકો જે હોસ્પિટલમાં દાખલ છે તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સૈનિકો જંગલમાં તૈનાત હતા અને તેમની સાથે દૂર્ઘટના બની છે.

જંગલમાં મુસાફરોને બોંબની સાથે હથિયારો મળી આવવાની સૂચના મળી હતી. સૂચના મુજબ સૈનિકો ત્યાં પહોંચ્યા હતા. સૈનિકો બોંબ ડિફ્યૂઝ કરવાની કોશિશ રહ્યાં હતા અને ત્યારે બોંબ વિસ્ફોટ થઈ ગયો હતો. આમ 74 વર્ષ જૂના બોંબના લીધે બે સૈનિકોના મોત નીપજ્યા છે.

(12:00 am IST)