મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

બિહાર પૂર પ્રભાવિતોની મદદે આવ્યા અમિતાભ બચ્ચન : મુખ્યમંત્રી રાહતફંડમાં 51 લાખ આપ્યા

બિગ બી ના પ્રતિનિધિ વિજયનાથ મિશ્રાએ સહાય ડે ,સીએમ સુશીલકુમારને પહોંચાડી

મુંબઈ : બોલીવૂડના  મહાનાયક અમિતાભ બચ્ચન બિહારના પૂરથી પ્રભાવિત લોકોને મદદ કરવા આગળ આવ્યા છે. બિગ બીએ મુખ્યમંત્રી રાહત ફંડમાં 51 લાખ રૂપિયા આપ્યા છે. તેમણે આ સહાય રકમ 51 લાખ રૂપિયા તેમના પ્રતિનિધિ વિજય નાથ મિશ્રા દ્વારા મોકલી હતી, જે તેમણે બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીને આપી હતી. અમિતાભ બચ્ચને ફંડની સહાય સાથે  બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને પત્ર પણ લખ્યો છે. તેમણે પોતાના પત્રમાં કહ્યું કે આ એક કુદરતી આપત્તિ છે, તે તેમના વતી મદદ કરી રહ્યા છે.

 બિહારમાં ભારે વરસાદને કારણે પાટનગર પટણા સહિત અનેક જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિઓ છે. પટનાના ઘણા વિસ્તારોમાં એક અઠવાડિયાથી વધુ સમયથી પૂરનો માહોલ છે, જેના કારણે લોકોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

 

પત્રમાં અમિતાભે પોતાના હાથથી એમ પણ લખ્યું છે કે તેણે પોતાના ટીવી શો કૌન બનેગા કરોડપતિમાં પણ આ યોગદાનને પ્રોત્સાહન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે  અમિતાભ બચ્ચને બિહારના 2100 ખેડુતોની લોન અગાઉ ચૂકવી હતી, જે તેમણે તેમના બ્લોગ દ્વારા માહિતી આપી હતી.

 ગત 27 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી થયેલો આ વરસાદના કારણે પટણા સાથેના વિસ્તારોના 15 જિલ્લામાં પૂર જેવી સ્થિતી પેદા થઈ ગઈ છે. આ દરમીયાન આખા રાજ્યમાં વરસાદના કારણે ઓછામાં ઓછા 73 લોકોના મોત થઈ ચુક્યા છે.

(12:00 am IST)