મુખ્ય સમાચાર
News of Thursday, 10th October 2019

મુંબઈમાં રેમન્ડની જમીન ખરીદીને સિંગાપુરની કંપની બનાવશે મોલ: 700 કરોડમાં 20 એકર જમીન ખરીદી

વર્ચુઅસ રીટેલ કંપની 1700 કરોડનું રોકાણ કરશે : 4 વર્ષમાં 4000 સ્થાયી અને 7000 અસ્થાયી રોજગાર ઉત્પન્ન થશે

મુંબઈમાં સિંગાપુરની વર્ચુઅસ કંપનીએ રેમન્ડ કંપનીની 20 એકર જમીન ખરીદી છે જે આ કંપની માટે મોટી ડીલ માનવામાં આવી રહી છે. રેમન્ડ કંપનીએ પોતાની 20 એકર જમીન વેચી નાખી છે અને વર્ચુઅસ કંપનીએ કુલ 700 કરોડમાં આ જમીન ખરીદી છે.

  સિંગાપુરની આ કંપની ખુબ મોટા રોકાણના હેતુથી જમીન ખરીદી રહી છે. આ જગ્યા પર વર્ચુઅસ રીટેલ કંપની કુલ 1700 કરોડ રૂપિયાનું રોકાણ કરશે અને આગામી 4 વર્ષમાં 4000 સ્થાયી અને 7000 અસ્થાયી રોજગાર ઉતપન્ન કરશે રેમન્ડ સાથેની આટલી મોટી ડીલ કર્યા બાદ પણ વર્ચુઅસ રીટેલના ફાઉન્ડર સિદ યોગેનું કહેવું છે કે આ સોદો ઓછો કહેવાય અમે ધીરજતાથી યોગ્ય સમયની રાહ જોઇને જ બેઠા છે.

  સમગ્ર જમીન પર વર્ચુઅસ કંપનીનો મોટો મોલ બનવવાનો પ્લાન છે. આ મોલમાં નેશનલ અને ઇન્ટરનેશનલ બ્રાન્ડના વિશાળ શો રૂમ ઉભા કરવામાં આવશે. આ સીટી સેન્ટર મોલ કુલ 37 લાખ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો હશે. મોલ એટલો વિશાળ હશે વાર્ષિક તેમાં 2 કરોડ જેટલા ગ્રાહકો મુલાકાત લેવા આવશે. મોલના લીધે 4000 લોકોને રોજગારી મળશે અને તેને તૈયાર કરવામાં 7000 લોકોને રોજગારી મળી રહેશે

  સિંગાપુરની આ કંપની સમગ્ર દેશમાં વિવિધ શહેરોમાં મોલ બનાવીને રોકાણ કરવા માંગે છે. હાલમાં દિલ્હી અને બેંગલુરુમાં મોલ બનવાની તૈયારીમાં છે. આગામી વર્ષે મે અને ઓગસ્ટમાં નવા મોલ ખુલવાની તૈયારીમાં છે.

(12:00 am IST)