મુખ્ય સમાચાર
News of Wednesday, 10th October 2018

પીઝા-બર્ગર સ‌હિત ભાવતા ભોજન ખાઇને પણ વજન ઉતારવાનો રસ્‍તો મળ્યોઃ ૮૦/૨૦ ડાયેટ પ્લાન અપનાવો

મુંબઇઃ જો તમે એવા લોકોમાંથી એક હોવ જેમને વજન તો ઓછું કરવું છે પણ સાથે સાથે પોતાની ભાવતી ડિશ જોઈને કંટ્રોલ પણ નથી થતો તો પછી ખુશ થઈ જાવ ભાવતા ભોજન ખાઇને પણ વજન ઉતારવાનો એક નવો રસ્તો મળી ગયો છે.

આ છે નવો પ્લાન

આ નવો રસ્તો એટલે 80/20 ડાયેટ. આ ડાયેટ થેરાપી તમને એવી ગેરંટી આપે છે જે જાણીને ખુશ ખુશ થઈ જશો. આ ડાયેટમાં વજન ઉતારવા માટે તમારે ભાવતા પિઝ્ઝા, કેક કે પાસ્તાને છોડવાની જરુર નથી.

આ પ્રમાણે બનાવો ડાયેટ પ્લાન

આ ડાયેટ પ્લાનમાં 80 ટકા ફુડ હેલ્ધી અને ડાયેટ કોન્સિયસ હોવું જોઈએ અને 20 ટકા ફુડમાં તમારી ભાવતી આઇટમ એડ કરી શકો છો. એવોર્ડ વિનિંગ શેફ ટેરેસા કટરે કહ્યું કે, ‘આ ફુડ પ્લાન એ લોકો માટે છે જે ક્રેશ ડાયેટ કરવા માગે છે.’

ફક્ત હેલ્ધી જ નહીં થોડું અનહેલ્ધી ફુડ હશે તો પણ ચાલશે

ટેરેસાએ કહ્યું કે, આ એક હેલ્ધી ડાયેટ પ્લાન છે જે 100 ટકા હેલ્ધી ડાયેટથી વિરુદ્ધનો છે. કેમ કે દર વખતે મન મારીને હેલ્ધી ડાયેટની પ્રતિજ્ઞા બહુ લાંબો નથી ચાલતી અને પછી તમે બધા ડાયેટ પ્લાન ભુલીને જે ભાવતું હોય તે ખાવા લાગો છો. તેનું પરિણામ વધુ વિપરિત આવે છે. તેથી ડાયેટમાં સંતુલિત આહારની જરુર રહે છે.

બહુ કંટ્રોલ કરવાથી અંતે ડાયેટ છોડીને ઓવર ઈટિંગ કરવા લાગશો

ઘણીવાર આપણે માર્કેટમાં ફક્ત હેલ્ધી ફુડ લેવા ગયા હોઈએ પણ ત્યાં રહેલા ભાવતા પણ જોકે અનહેલ્ધી ફુડ પેકેટ આપણને ખુબ જ આકર્ષીત કરે છે. તેવામાં ઘણીવાર આપણે એકદમાં શું વાંધો કરીને ચીટ ડે ઉજવીએ છીએ અને પછી ધીમે ધીમે દરરોજ ચીટ ડે બની જાય છે. આવા લોકો જલ્દીથી ઓવરઈટિંગ તરફ વધી જાય છે.

સાથે સાથે આ ત્રણ બાબતોનું રાખો ધ્યાન

આ ડાયેટ સાથે બીજા પણ ત્રણ સૂચન આપ્યા છે. 1) યોગ્ય આહાર, 2) પ્રમાણસર કસરત, 3) પૂરતી ઉંઘ. આરોગ્ય સારું રહે તે માટે પૂરતી ઉંઘ ડાયેટ જેટલી જ જરુરી છે. અપૂરતી ઉંઘથી પણ ખોરાક સરખો પચતો નથી અને તેના કારણે ચરબીના થર જામે છે. અંતે આ ડાયેટની ફિલોસોફી એ છે કે દરેક વસ્તુને બને ત્યાં સુધી સિંપલ જ રાખવામાં આવે. જેથી તેને ફોલો કરનાર વ્યક્તિ બોર ન થઈ જાય.

(12:00 am IST)