મુખ્ય સમાચાર
News of Tuesday, 10th September 2019

પાકિસ્તાન રઘવાયું બન્યું: ગુજરાત નજીક આવેલ ભોલારી એરબેઝ ઉપર ૨૮ નવા બંદરો બનાવ્યા

ગિલગીટ-બાલ્કીસ્તાનમાં સ્કર્દૂ હવાઇ અડ્ડા ઉપર નવો રન - વે બનાવ્યોઃ અરબી સમુદ્રમાં યુદ્ધ માટેની તૈયારીઓ પુર જોશમાં

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ ૩૭૦ હટ્યા પછી ત્યાં પ્રસરેલી શાંતિથી પાકિસ્તાનનો રઘવાટ વધતો જાય છે. આનુ અનુમાન તેના પરથી થાય છે કે ભારતના કોઇ પણ ભાગમાં આતંકવાદ ફેલાવવનો રસ્તો શોધી રહ્યું છે.

 એક તરફ આંતકવાદીઓ કાશ્મીર ખીણમાં અશાંતિ ફેલવવા માટેની તક શોધી રહ્યા છે તો પાકિસ્તાનની સંન્ય યુધ્ધ માટે ઉન્માદી થઇ રહ્યું છે. પાકિસ્તાનની વાયુસેનાએ ગુજરાતથી ૧૩૦ કિલોમીટર દુર આવેલા ભોલારી એરબેઝ પર ૨૮ નવા બંકરો તૈયાર કર્યા છે. સાથે જ એરબેઝને એવોકસ અને બીજી અલીવોનિગ સીસ્ટમથી સજ્જ કર્યું છે. દરેક ઋતુમાં કામ કરી શકતા યુધ્ધ રડાર લગાવી દેવાયા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ એરબેઝ પર એફ-૧૬ની તહેનાતી વધારવામાં આવશે. અને જે એફ-૧૭માં પણ વધારો થશે. આ પહેલા કરાંચી અને ઇસ્લામાબાદમાં રડારને અપગ્રેડ કરી દેવાયા છે. પાક વાયુસેનાના પાયલોટ ૨ સપ્ટેમ્બરથી સતત સરગોઘાના મુસફ એરબેફ પર ફાઇટર અને એર રિફયુલીંગની પ્રેકટીસ કરી રહ્યાછે.

 પાક કબ્જાગ્રસ્ત કાશ્મીરમાં આવતા ગિલગિટ -બાલ્ટીસ્તાન સ્કદુમાં પણ પાક વાયુસેનાએ એરબેઝને અપગ્રેડ કર્યું છે. સિયાચીન  અને શ્રીનગરથી લગભગ  ૧૫૦ કિમીના અંતરે આવેલા આ એરબેઝ પર એક નવો પેરેબલ ૨ નવે. કરવામાં આવ્યો છે. આ ઉપરાંત  કેટલાય જેટ રાખવા માટે બે ડઝન બંકરો તૈયાર કરાયા છે.

અરબી સમુદ્રમાં ભારત સાથે ટકરવા માટે કરાંચી નેવલ બેઝ પર પાકિસ્તાનની સબકમીન ઉંડાઇમાં ફાયરીંગ, એન્ટી એરગન ફાયરીંગ અને સપાટી પર યુધ્ધની પ્રેકટીસમાં લાગેલી છે. જુનથી જુલાઇ વચ્ચે આ નવેલ બેઝને નવી સબમરીનથી અપગ્રેડ કરવામાં આવ્યું છે.

દરમ્યાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ મોટી કાર્યવાહી કરીને સોપોરમાંથી લશ્કરએ તૈયાબાના ૮ આંતકવાદીઓને ઝડપી લીધા છે. આ આતંકવાદીઓ ઉતર કાશ્મીરમાં વેપારીઓને  દુકાન ખોલે તો જાનથી મારવની ધમકી આપવામાં પણ સામેલ હતા. ગુપ્તચર એજન્સી અનુસાર ઘણા આતંકવાદી ઘૂસણખોરી કરવામાં  સફળ થઇ ગયા છે.

(12:58 pm IST)