મુખ્ય સમાચાર
News of Tuesday, 10th September 2019

ફ્રાન્સમાં ભીષણ ગરમીને કારણે ૧પ૦૦નાં મૃત્યુ

મૃતકોમાં અડધાથી વધારે ૭પ થી વધારે વયના વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે

પેરિસ તા.૧૦ : ફ્રાન્સના સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું છે કે આ વર્ષે ઉનાળાની ઋતુમાં ગરમ હવાના કહેરથી ૧પ૦૦ લોકોનાં મોત થયાં હતાં, પરંતુ જાગરૂકતા અભિયાનને કારણે અનેક લોકોના જીવ બચી ગયા છે.

ફ્રાન્સ ઇન્ટર રેડિયાથી વાત કરતાં એગ્નેસ બુજીને જણાવ્યું હતું કે 'ગરમીને કારણે વાર્ષિક સરેરાશ ઉનાળામાં થતાં મૃત્યુથી ૧૦૦૦ વધારે લોકોના મોત થયાં છ.ે' મૃતકોમાં અડધાથી વધારે ૭પ થી વધારે વયના વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છ.ે

તેમણે જણાવ્યું હતું કે આ વર્ષે ફ્રાન્સમાં જૂન અને જુલાઇ માસમાં રેકોર્ડ ૧૮ દિવસ સુધી ગરમ હવાનું મોજું ફરી વળ્યું હતું. ર૦૦૩માં ગરમ હવાથી ૧પ૦૦ લોકોનાં મોત થયાં હતા. કેટલાંક શહેરોમાં સ્વિમિંગ પૂલ અને પાર્કને લોકો માટે ખુલ્લાં મૂકાયાં હતાં જેથી લોકોને ગરમીથી રાહત મળી શકે. પ્રંચડ ગરમીને કારણે અનેક શાળાઓને બંધ રાખવામાં આવી હતી અને કેટલાક જાહેર કાર્યક્રમોને પણ રદ કરાયા હતા.

(10:41 am IST)