News of Monday, 10th September 2018
ઈન્ફોસીસ બની ઓસ્ટ્રેલિયન ઓપનની સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર
ભારતની બીજા નંબરની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ કંપની ઈન્ફોસીસે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ ચેમ્પિયનશિપના આયોજકો સાથે ત્રણ-વર્ષની ભાગીદારીનો કરાર કર્યો છે. તે ઇવેન્ટમાં સત્તાવાર ડિજિટલ ઈનોવેશન પાર્ટનર રહેશે.
ઈન્ફોસીસ આ કરાર અંતર્ગત બિગ ડેટા-એનાલિટિક્સ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, વર્ચુઅલ એન્ડ ઓગમેન્ટેડ રિયાલિટી જેવી ટેક્નોલોજીઝમાં પોતાના જ્ઞાનની વહેંચણી કરશે
(11:32 pm IST)