News of Monday, 10th September 2018
હવે મુંબઇના રસ્તાઓ 60 કિ,મી,ની પ્રતિકલાકની સમાન સ્પીડ લિમિટ લાગુ કરાશે
મુંબઇમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે ટ્રાફિક વિભાગે અનેક પગલાં લીધા છે. અનેક પગલાંને લીધે મુંબઈમાં ગયા વર્ષે માર્ગ અકસ્માતોની સંખ્યામાં 15-20 ટકાનો ઘટાડો થયો છે. આ અંતર્ગત આવનારા ટૂંક સમયમાં શહેરના તમામ માર્ગો પર 60 કિ.મી. પ્રતિ કલાકની સમાન સ્પીડ લિમિટ લાગુ કરવામાં આવશે. સૌથી વધુ અકસ્માત સંભવિત 52 સ્થળોને ઓળખી કઢાયા છે.
(8:11 pm IST)