મુખ્ય સમાચાર
News of Wednesday, 10th August 2022

કોરોનાના ૧૬,૦૪૭ નવા કેસઃ ૫૪નાં મોત

દેશમાં ૨૦૭.૦૩ લાખથી રસીના ડોઝ અપાયા

નવી દિલ્‍હી, તા.૧૦: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૬,૦૪૭ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૫૪ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૨૦૭.૦૩ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂકયા છે. દેશમાં અત્‍યાર સુધીમાં ૪,૪૧,૯૦,૬૯૭ લાખ લોકો સંક્રમિત થઈ ચૂકયા છે.

દેશમાં અત્‍યાર સુધી ૫,૨૬,૮૨૬ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્‍યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૩૫,૩૫,૬૧૦  લોકો માત આપી ચૂકયા છે. પાછલા ૨૪ કલાકમાં ૧૯,૫૩૯ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્‍યા ૧,૨૮,૨૬૧એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શકયતા ૦.૨૯ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૫૧ ટકાએ છે, જ્‍યારે મળત્‍યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્‍ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૨૫,૦૮૧ લોકોનાં સેમ્‍પલનાં ટેસ્‍ટિંગ થયાં છે. દેશમાં અત્‍યાર સુધી ૮૭.૭૬ કરોડ કોરોનાના ટેસ્‍ટ કરવામાં આવ્‍યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૯૪ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૪.૯૦ ટકા છે.

દેશમાં અત્‍યાર સુધીમાં ૨,૦૭,૦૩,૭૧,૨૦૪  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૫,૨૧,૪૨૯  લોકોને રસી આપવામાં આવી હતી.

(4:13 pm IST)