મુખ્ય સમાચાર
News of Monday, 10th August 2020

મને પદની લાલચ નથી : લડત પદ માટે નહીં પરંતુ આત્મ-સન્માનની હતી : સચિન પાયલોટ

જો પાર્ટી પદ આપે છે, તો પાર્ટી પદ લઈ પણ શકે છે જે વચનો સાથે સત્તામાં આવ્યા હતાતે વચનો પૂરા કરીશું.

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ સચિન પાયલોટે મીડિયા સાથે વાત કરી હતી. સીએમ ગેહલોત સાથેના વિવાદની વચ્ચે પ્રથમ વખત મીડિયા સમક્ષ પહોંચેલા સચિન પાયલોટે કહ્યું કે, તેમણે સખત મહેનત કરી છે, તેઓની સરકારમાં ભાગીદારી હોવી જોઈએ. લડત એ પદ માટે નહોતી, પરંતુ આત્મ-સન્માનની હતી. જો પાર્ટી પદ આપે છે, તો પાર્ટી પદ લઈ પણ શકે છે. તેમણે કહ્યું કે જે વચનો સાથે સત્તામાં આવ્યા હતાતે વચનો પૂરા કરીશું.

રાહુલ ગાંધી અને પ્રિયંકાને મળવા અંગે સચિન પાયલોટે કહ્યું કે મેં મારી વાતને ખૂબ કાળજીથી રાખી છે. મને ખુશી છે કે કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિગતવાર ચર્ચા કરી. અમે સાથી ધારાસભ્યોના મંતવ્યો રજૂ કર્યા. મને ખાતરી આપવામાં આવી છે કે ત્રણ સભ્યોની કમિટી જલ્દીથી આ તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશે. આ સૈદ્ધાંતિક મુદ્દાઓ હતા.

પાયલોટે કહ્યું કે મને પદની ઈચ્છા નથી, પરંતુ હું ઇચ્છતો હતો કે આપણે જે માન, સન્માન અને આત્મ-સન્માનની વાતા કરીએ છીએ તે જળવાઈ રહે. અમે હંમેશા કોશીશ કરી છે કે જે લોકોએ સખત મહેનત કરી છે તે લોકોની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવે. મારી ફરિયાદનું સમાધાન થશે.

(11:41 pm IST)