મુખ્ય સમાચાર
News of Monday, 10th August 2020

ગેહલોત સરકાર પડશે. આજે નહી પડે તો કેટલાક મહિનામાં આ પડી જશે : ભાજપ નેતાનો આશાવાદ

કોંગ્રેસ એકતામાં રહેશે તો અસ્થાયી રહેશે અને કેટલાક મહિનામાં સરકાર પડી જશે : ગુલાબચંદ કટારીયા

જયપુર : રાજસ્થાનમાં રાજકીય સખળડખળ વચ્ચે ભાજપના ધારાસભ્ય દળના નેતા ગુલામ ચંદ કટારિયાએ  મોટો દાવો કર્યો છે. કટારિયાએ કહ્યું કે કોંગ્રેસ (Congress)માં એકતા હશે તો અસ્થાઇ રહેશે અને સરકાર પડી જશે.

 


કટારિયાએ કહ્યું કે ભાજપા ધારાસભ્યોની બેઠક મંગળવારે બોલાવવામાં આવી છે. ભાજપા સૂત્રોએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે જયપુરમાં યોજાનારી બેઠકમાં સામેલ થઈ શકે છે. તે છેલ્લા કેટલાક દિવસથી દિલ્હીમાં રાષ્ટ્રીય નેતાઓ સાથે મુલાકાત કરી રહી છે. સૂત્રોના મતે રાજસ્થાનમાં ગેહલોત સરકાર સામે પાયલટ પક્ષના 18 ધારાસભ્યોના બળવા પછી પ્રદેશમાં ભાજપાની રણનિતીને લઈને વિશ્વાસમાં ના રાખવાથી વસુંધરા રાજે નાખુશ છે.

કટારિયાએ કહ્યું કે જો ગેહલોત સરકાર પડશે તો કોંગ્રેસના આંતરિક કલહના કારણે પડશે અને આ ચાલશે તો નારાજ પક્ષો વચ્ચે કોઈ પ્રકારના સમાધાનના કારણે થશે. જોકે તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અંતમાં ગેહલોત સરકાર પડશે. આજે નહી પડે તો કેટલાક મહિનામાં આ પડી જશે.

(11:24 pm IST)