મુખ્ય સમાચાર
News of Monday, 10th August 2020

કાતીલ પ્રિયા : જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓને ઉંઘની ગોળી ખવડાવી અપાયા હતા ઝેરના ઈન્જેકશન

કાતીલ પ્રિયા : જોધપુરમાં ૧૧ પાકિસ્તાની શરણાર્થીઓને ઉંઘની ગોળી ખવડાવી અપાયા હતા ઝેરના ઈન્જેકશન

લક્ષ્મી નહીં, પરંતુ ૨૫ વર્ષિય પ્રિયા ઉર્ફે પ્યારીએ ઝેરનું ઇન્કશન આપીને પરિવારના સભ્યોની હત્યા કરી દીધી હતી. લક્ષ્મી અને પ્રિયાએ પાકિસ્તાનથી નર્સિંગનો કોર્સ કર્યો હતો

જોધપુર,તા.૧૦ : રાજસ્થાનના જોધપુર ગામમાં કામ કરતા એક જ પરિવારના ૧૧ લોકોના મોત અંગે મહત્વપૂર્ણ માહિતી બહાર આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે લક્ષ્મી નહીં, પરંતુ ૨૫ વર્ષિય પ્રિયા ઉર્ફે પ્યારીએ ઝેરનું ઇન્જેકશન આપીને પરિવારના સભ્યોની હત્યા કરી દીધી હતી. લક્ષ્મી અને પ્રિયાએ પાકિસ્તાનથી નર્સિંગનો કોર્સ કર્યો હતો. પોલીસને લાશો પાસે ઝેરની શીશીઓ અને ઇન્જેકશન મળી આવ્યા છે.

તપાસમાં જાણવા મળ્યું છે કે પરિવારના સભ્યોને પહેલા ઉંઘની ગોળીઓ આપીને સૂવડાવી દેવામાં આવ્યા હતા. બધા ઘરની બહાર પલંગ પર સૂતા હતા, તેમને ખેંચીને ઘરની અંદર લાવવામાં આવ્યા હતા. ત્યારે બધા લોકોને ઉંદરની દવાના ઇન્જેકશન આપવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે પરિવારનો ૧૨મો સભ્ય બચી ગયો હતો કારણ કે તે જમ્યા બાદ નીલગાયને ભગાડવા ગયો હતો અને ખેતરમાં જ સૂઈ ગયો હતો. સવારે તે ઘરે પરત ફર્યો ત્યારે બધા મૃત હાલતમાં મળી આવ્યા હતા.

પોલીસનું કહેવું છે કે રામ અને તેના ભાઈ રવિના લગ્ન જોધપુરમાં એક જ પરિવારમાં થયા હતા. તેમની ચાર બહેનો હતી, બે નર્સિંગનો કોર્સ લીધા બાદ પાકિસ્તાનથી આવી હતી. બાકીના બંને પણ જોધપુરના એક જ પરિવારમાં હતાં. જે પરિવારમાં ભાઈઓનો સબંધ હતો. એક બહેન લગ્ન કરીને નજીક જ રહી હતી. દ્યણા સમયથી ગૃહ કંકાશ ચાલી રહ્યો હતો. આ કારણોસર બુધારામનો એક દીકરો પાકિસ્તાન પરત જતો રહ્યો હતો.

હત્યાઓ કદાચ કૌટુંબિક કલેશના કારણે થઈ હોય, પરંતુ પરિવારો વચ્ચેના ઝદ્યડાઓનું કારણ ગરીબી છે. કેટલાક દિવસોથી બંને પરિવારો મેલીવિદ્યા, ટોટકા અને તાંત્રિકના જાદુમાં પણ સપડાયા હતા. પોલીસનું કહેવું છે કે સુસાઇડ નોટ બતાવી રહ્યું છે કે પરિવારમાં તીવ્ર ઝઘડો થયો હતો.

પોલીસે આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. પરિવારના બાકીના વ્યકિત દ્વારા એફઆઈઆર નોંધાઈ છે. પોલીસનું કહેવું છે કે આ મામલાની ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે. મૃતદેહોના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહોના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા છે. બધાનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે.

(4:06 pm IST)