હવે ઈ-ટેટૂ હૃદય રોગો થતા બચાવશે:વૈજ્ઞાનિકોનો દાવો
ફિટનેસ ટ્રેકર કરતાં સારું:હાર્ટ બીટની જાણકારી મોબાઇલ પર મળશે: પાતળાં અને ખેંચાણવાળાં સેન્સરનો ઉપયોગ
નવી દિલ્હી : હવે ઈ-ટેટૂ હૃદય રોગો થતા બચાવશે હૃદયની પ્રવૃત્તિઓની દેખરેખ રાખવા માટે વૈજ્ઞાનિકોએ ઈ-ટેટૂ વિકસાવ્યું છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ ફિટનેસ ટ્રેકર કરતાં વધુ સારી રીતે કાર્ય કરે છે. આ ડિવાઇસ ટેક્સાસ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તે ECG (ઇલેક્ટ્રો કાર્ડિયો ગ્રામ) અને SCG (સિઝમો કાર્ડિયોગ્રાફી) દ્વારા હૃદય સંબંધિત માહિતી યુઝર સુધી પહોંચાડે છે.
સંશોધકના જણાવ્યા અનુસાર, ઇ-ટેટૂમાં ખૂબ જ પાતળા અને સરળતાથી ખેંચાઈ શકે એના સેન્સરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બજારમાં ઉપલબ્ધ ફિટનેસ ટ્રેકર કરતા વધુ સારું છે. કારણ કે તેમાં ફિલામેન્ટ્રી સર્પેન્ટાઇન પોલીવિનાઇલ ફ્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે તેને બહુ હળવું બનાવે છે. આ કારણોસર, તેને લાંબા સમય સુધી પહેરી શકાય છે.
ઇ-ટેટૂ એક જાળ જેવું દેખાય છે. તેની લંબાઈ 38.1mm અને પહોળાઈ 63.5mm છે. ઉપયોગ કરવા માટે ઇ-ટેટૂને છાતી પર ચોંટાડી દેવામાં આવે છે. આ સ્માર્ટફોન સાથે જોડાયેલું રહે છે. હાર્ટ બીટ સામાન્ય છે કે અસામાન્ય એ જાણકારી તે ફોનમાં મોકલીને હૃદયને રોગોથી સુરક્ષિત કરે છે. સંશોધકો તેને વાયરલેસ રીતે ચાર્જ કરવાની ટેક્નિક પર કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, ડિવાઇસનો ડેટા સ્ટોર કરવાની પ્રક્રિયામાં પણ સુધારો કરવામાં આવી રહ્યો છે.
પ્રોફેસર નેન્શુ લુના જણાવ્યા અનુસાર, હૃદય રોગ શોધવા માટે ફક્ત ECG પૂરતું નથી. તેથી, ઇ-ટેટૂમાં SCGનું ફીચર પણ આપવામાં આવ્યું છે. હાલ, SCG ફીચરવાળું ફિટનેસ ટ્રેકર ઉપલબ્ધ છે. પરંતુ વજનમાં ભારે હોવાના કારણે લાંબા સમય સુધી તેનો ઉપયોગ નહીં કરી શકાય.
ઇ-ટેટૂમાં 3D ડિજિટલ ઇમેજ માટે કો-રિલેશન ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ટેક્નિકની મદદથી એ જાણવા મળે છે કે છાતીના કયા ભાગમાં વાઇબ્રેશન થઈ રહ્યું છે, જ્યાં ઈ-ટેટૂ લગાવામાં આવે તો વધુ સારું પરિણામ મળશે.