મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

89 વર્ષના લતિકાએ બનાવી વેબસાઈટ :હાથથી બનાવેલી પોટલી વેચીને કરે છે ડોલરમાં કમાણી

પોતાની ભરતકામ કરેલી દરેક પોટલીનું તે એક ખાસ નામ રાખે છે.

89 વર્ષની ઉંમરમાં લતિકા પોતાના હાથે પોટલી બનાવીને ઓનલાઈન વેચે છે.પોતાની ભરતકામ કરેલી દરેક પોટલીનું તે એક ખાસ નામ રાખે છે.

આસામના ધુબરીની રહેનારી લતિકા ચક્રવર્તીએ સર્વેયર અધિકારી કૃષ્ણા લાલ ચક્રવર્તી સાઘે લગ્ન કર્યા હતા. તેમના અવસાન થયા બાદ લતિકા ભારતીય નૌસેનામાં અધિકારી પોતાના દીકરા કેપ્ટન રાજ ચક્રવર્તી સાથે રહેવા લાગી. તેમણે પોતાના જીવનમાં ખૂબ ટ્રાવેલ કર્યું અને દરેક સફરમાંથી સાડી અને કુર્તી જેવા તમામ કપડાં ખરીદ્યા. આ કપડાં પર કરેલા કામથી તે ખૂબ પ્રભાવિત થતી. આ કારણે જ તેમને ડિઝાઈનિંગ કરવું અને સિવણ ખૂબ પસંદ હતું. આથી હવે તે પોતાની પ્રેમની પોટલી લોકો સુધી પહોંચાડી રહી છે. 

   2014માં તેણે પોતાની પોટલીઓ બનાવવાનું શરૂ કર્યું અને અત્યાર સુધી 300થી વધારે પોટલી બનાવી ચૂકી છે. આ પોટલીઓને હવે તે પોતાની સાડીઓના બાકી કપડાંમાંથી બનાવે છે. લતિકા દરેક ખાસ અવસર પર પોતાની ખાસ પોટલીઓ મિત્રો અને પરિવારવાળાને ગિફ્ટ કરતી હતી. 

   તેના આ ગિફ્ટ સાથે જ તેણે એટલી પ્રશંસા અને પ્રેમ મળ્યો કે હવે તે પોતાની પોટલીઓ ઓનલાઈન સેલ કરે છે. તેણે latikasbags.com નામથી તેની એક વેબસાઈટ છે જેને જર્મનીથી તેનો પૌત્ર ચલાવે છે. આ પોટલીઓની કિંમત ડોલરમાં છે.

(11:39 pm IST)