મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

કેનેડાના ફ્રેડેરિક્શનમાં અંધાધૂંધ ફાયરિંગ ;ચાર લોકોના મોત ;અનેક ઘાયલ :એક ઝડપાયો

રિંગ રોડ નજીક બ્રૂકસાઇડ ડ્રાઇવ નામના વિસ્તાર તરફ ન જવાની સૂચના :

 

કેનેડાના પૂર્વમાં સ્થિત ફ્રેડેરિકટન શહેરમાં ફાયરિંગની ઘટનામાં 4 લોકોનાં મોત થયા છે. પોલીસે સ્થાનિક નાગરિકોને ચેતવણી જાહેર કરી કહ્યું કે, ફાયરિંગ હજુ  યથાવત છે. તેથી  પોતાના ઘરમાં જ રહે અને દરવાજા બંધ રાખે. સાથે જ મુસાફરી કરી રહેલા લોકો રિંગ રોડ નજીક બ્રૂકસાઇડ ડ્રાઇવ નામના વિસ્તાર તરફ ન જવાની સૂચના આપવામાં આવી છે.

   ન્યૂ બ્રૂન્સવિકના કેપિટલ સિટી ફ્રેડેરિક્શનમાં અંદાજિત 56,000 જેટલી વસતી છે. પોલીસે ટ્વીટર પર પોસ્ટ કરી હતી કે, આ શહેરમાં હજુ પણ ફાયરિંગ યથાવત છે અને અનેક લોકોનાં ઘાયલ થયાના સમાચાર છે.

 વધુ એક ટ્વીટમાં પોલીસે કહ્યું કે, ઘટનાના પગલે એક વ્યક્તિની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, પોલીસે હજુ સુધી શૂટિંગ અંગે કોઇ માહિતી નથી આપી. લોકલ મીડિયાએ પ્રકાશિત કરેલી ઇમેજમાં રેસિડેન્શિયલ સ્ટ્રીટમાં ઇમરજન્સી વ્હિકલ જોઇ શકાય છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે કેનેડામાં ગન લૉ અમેરિકા કરતાં વધારે કડક છે. ગયા મહિને એક ગનમેને ટોરન્ટોની સૌથી વ્યસ્ત સ્ટ્રીટમાં અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. જેમાં બે લોકોનાં મોત થયા હતા અને 13 લોકો ઘાયલ થયા હતા. ટોરન્ટો કેનેડાનું સૌથી મોટું શહેર છે. જેમાં ચાલુ વર્ષ દરમિયાન 241 ફાયરિંગની ઘટનાઓ બની છે. જેમાં 30 લોકોનાં મોત થયા છે.

(11:09 pm IST)