મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

લંડનમાં ખાલિસ્તાન સમર્થક રેલીનો ભારતે કર્યો વિરોધ :દિલ્હીમાં બ્રિટિશ હાઈકમિશન સામે પ્રદર્શન

બ્રિટનની રાજધાની લંડનમાં અમેરિકી અલગાવવાદી શીખ સંગઠનો તરફથી 12 ઓગસ્ટના રોજ યોજાનાર રેફરેન્ડમ 2020’ એટલે કે ખાલિસ્તાન સમર્થક રેલીનો ભારતે વિરોધ કર્યો છે.  મોટી સંખ્યામાં લોકોએ બ્રિટિશ હાઇકમિશન પર પ્રદર્શન કર્યું હતું અને  વિરોધ નોધાવ્યો હતો.

  ભારત માતાની જયના નારા વચ્ચે ઓલ ઇન્ડિયા એન્ટી ટેરરિસ્ટ ફ્રંટે (AIATF)શીખ સમુદાય અને સમાજના અન્ય લોકો સાથે બ્રિટન સામે પ્રદર્શન કર્યું હતું લોકોના હાથમાં પોસ્ટર-બેનર હતા, જેના પર લખ્યું હતું કે બ્રિટન ISI પ્રોજેક્ટ એક્સપ્રેસનું સર્મથન કરી રહ્યું છે. પાકિસ્તાન અને આઈએસઆઈ સમર્થક તત્વોને સંરક્ષણ ના આપશો. વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોએ બ્રિટન અને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા.

  AIATFના અધ્યક્ષ એમએસ બિટ્ટાએ કહ્યું હતું કે રેફરેન્ડમ 2020 એક ડ્રામા છે. તેણે દાવો કર્યો છે કે પાકિસ્તાનની આઈએસઆઈ ખાલિસ્તાનનું સમર્થન કરી રહી છે. બ્રિટન હાઇકમિશનરને AIATF એક આવેદનપત્ર પણ આપ્યું છે.

  બિટ્ટાએ કહ્યું હતું કે બ્રિટન સરકારે આવા આતંકવાદીઓ અને અલગાવવાદીઓને ભારતને સોંપી દેવા જોઈએ. આ લડાઇ ત્યાં સુધી જારી રહેશે જ્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે. આ દરમિયાન બ્રિટન હાઇ કમિશને કહ્યું હતું કે બ્રિટનમાં રહેનાર લોકોને કાયદા પ્રમાણે વિરોધ અને પ્રદર્શનનો અધિકાર છે. જો કાયદાનો ભંગ થશે તો પોલીસ કાર્યવાહી કરશે

(11:01 pm IST)