મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

રાહુલને મંદિર જતા નહેરુ અને ઇન્દિરા ગાંધીએ શીખવાડ્યું,તમને મંદિર તોડતા કોણે શીખવ્યું ?

મુખ્યમંત્રી વસુંધરા રાજેને સચિન પાયલોટનો સણસણતો જવાબ

 

જયપુર ;પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ સચિન પાયલોટે મુખ્યમંત્રી વસુંધરા રાજે દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને કરાયેલ નિવેદનબાજી પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે મુખ્યમંત્રીનો ભ્રમ જનતા ચૂંટણીમાં ઉતારી દેશે,

 સચિન પાયલોટે કહ્યું કે મુખ્યમંત્રી કહી રહ્યાં છે કે રાહુલ ગાંધીને મંદિર જવાનું તેઓએ શીખવાડ્યું તો પછી તે કહે કે મંદિર તોડવું રાજેને કોણે શીખવડાયું ?રાહુલ ગાંધીને મંદિર જવાનું જવાહરલાલ નહેરુ અને તેના દાદી ઇન્દિરા ગાંધીએ તેઓને શીખવાડ્યું હતું જે દેશ આખો સારી રીતે જાણે છે,રાહુલના આ સંસ્કારોની પરંપરાના ઘણી છે જે સમગ્ર દેશની આસ્થા અને સંસકરોની છબીને અભિવ્યક્ત કરે છે

  પાયલોટે કહ્યુ કે પ્રદેશની જનતા ઈચ્છે છે કે મંદિરના નામે સત્તામાં આવેલી ભાજપની મુખ્યમંત્રીને પુરામહત્વના ઐતિહાસિક વસ્તુઓ નિર્મિત મંદિરોને તોડવું કોણે શીખવ્યું ?એ સ્પષ્ટ કરે,તેઓએ કહ્યું કે સમગ્ર રાજ્ય જાણે છે કે રાજનીતિમાં મુશ્કેલી આવવાથી મુખ્યમંત્રી મંદિરોની શરણ લે છે નહીંતર મંદિરોને નિર્મમતાસ આઠે ધ્વસ્ત કરવા આદેશ આપવામાં તેણીને કોઈ વાંધો નથી,પાયલોટે એમ પણ કહ્યું કે ભાજપના નેતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને લઈને મંદિરના સંદર્ભમાં જે નિવેદન આપે છે તેઓએ સૌથી પહેલા જણાવવું જોઈએ કે જયારે રાજધાનીના મંદિર તૂટી રહ્યાં હતા ત્યારે ભાજપના લોકો ક્યાં છુપાયા હતા

   પાયલોટે કહ્યું કે મુખ્યમંત્રી કોંગ્રેસના સવાલોના જવાબ આપતા નથી,પરંતુ વાહવાહી લૂંટવા બેજવાબદાર નિવેદન કરે છે ભાજપમાં કેન્દ્રથી લઈને દરેક સ્તરના તમામ નેતા કોંગ્રેસના વધતા જનાધાર અને રાહુલને મળતા લોકો તરફથી પ્રતિસાદથી લોકોનું ધ્યાન બીજે હટાવવા આવા નિવેદનો કરાઈ છે

(9:34 pm IST)