મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

૧ વર્ષ સુધીની ઉંમરના બાળકોને માતા-પિતા સાથે સુવડાવવાથી મૃત્‍યુદરનું પ્રમાણ ઓછું: અમેરિકાના ન્‍યુજર્સીમાં ભારતીય પરિવારોના સર્વેમાં જાણવા મળેલી વિગત

ન્‍યુજર્સીઃ  એક વર્ષ સુધીની ઉંમરના બાળકોને માતા-પિતા સાથે સુવડાવવાથી તેમના મૃત્‍યુનો દર અન્‍યોની સરખામણીમાં ઓછો જોવા મળ્‍યો છે. તેવું તાજેતરમાં અમેરિકાના ન્‍યુજર્સીમાં વસતા ઇન્‍ડિયન અમેરિકનોના  સર્વેમાં જાણવા મળ્‍યું છે. જો કે અમેરિકન એકેડમી ઓફ રૂટગર્સ બાયોમેડીકલ એન્‍ડ હેલ્‍થ સ્‍ટડીના મંતવ્‍ય મુજબ ૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકને માતા-પિતા  સાથે સુવડાવવાથી તેને ચેણ લાગવાનો તથા ગુંગળામણ થવાનો ડર રહે છે. પરિણામે તેમના મૃત્‍યુનો દર હજાર બાળક દિઠ ૧.૬ ટકા જેટલો અશ્વેત લોકોમાં જોવા મળે છે. પરૅતુ ભારતીયોમાં આ પ્રમાણ માંત્ર ૦.૧૪ ટકા જોવા મળ્‍યું હતુ. કારણ કે તેઓ નશો કરવાની આદતવાળા નથી હોતા. તેમજ બાળકને  હુંફ આપનારા હોય છે. તેવું સર્વેમાં જાણવા મળ્‍યું છે. ઉપરાંત બાળકની ઉંમર ૧પ વર્ષની થાય ત્‍યાં સુધી તેને તેના દાદા-દાદીની હૂંફ પણ મળતી રહે છે.

(9:27 pm IST)