મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

NRI દ્વારા ભારતમાં મોકલાતા નાણાંનો ૬૦ ટકા જેટલો હિસ્‍સો કેરાળા, મહારાષ્‍ટ્ર, કર્ણાટક તથા તામિલનાડુમાં :જે દેશોમાંથી વધુ નાણાં ઠલવાય છે તેમાં UAE યુ.એસ. સાઉદી અરેબિયા, યુ.કે. કતાર, ઓમાન, કુવૈત તથા મલેશિયાનો સમાવેશઃ રિઝર્વ બેંક ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ

મુંબઇઃ વિદેશોમાં વસતા ભારતીયો દ્વારા ભારતમાં મોકલાતા નાણાં પૈકી પ૮.૭ ટકા હિસ્‍સો કેરાળા, મહારાષ્‍ટ્ર, કર્ણાટક તથા તામિલનાડૂમાં જાય છે. તેવું ય્‍ગ્‍ત્‍ ના  ર૦૧૬-૧૭ ના વર્ષ માટેના અહેવાલમાં જણાવાયું છે.

આ નાણાં જે દેશોમાંથી વધુ પ્રમાણમાં આવે છે તેમાં UAE, યુ.કે., યુ.એસ.,સાઉદી અરેબિયા, તથા કતાર, કુવૈત, ઓમાાન તથા મલેશિયાનો સમાવેશ થાય છે. તેવું સમાચાર સુત્રો દ્વારા જાણવા મળે છે.

(9:20 pm IST)