મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

રાજ્યસભામાં વડાપ્રધાનના ભાષણમાંથી હટાવાયુ એક વાક્ય:ઇતિહાસમાં પહેલીવાર બનાવ

રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણી પરિણામ બાદની મોદીની ટિપ્પણી પર કાતર ફેરવાઈ

નવી દિલ્હી :રાજ્યસભામાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ  મોદીના ભાષણનું એક વાક્ય હટાવી દેવાયુ છે રાજ્યસભામાં હરિવંશ નારાયણ સિંહ જીતતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, યહાં દો હરી કે બીચ મુકાબલા થા, અબ સદન પર હરિ કી કૃપા રહેગી. કોંગ્રેસે પ્રધાનમંત્રી મોદીની આ વાત પર વિરોધ કર્યો હતો. જે પછી મોદીના ભાષણમાંથી આ ભાગને હટાવાયો હતો.

 સંસદમાં રાષ્ટ્રીય જનતા દળના સાંસદ મનોજ ઝાએ પ્રધાનમંત્રીના આ વાક્ય સામે નારાજગી વ્યક્ત કરી હતી અને સભાપત્તિને આ વાક્ય હટાવવાની માગ કરી હતી તેમની આ ટીપ્પણી વિરૂદ્ધ પોઁઇન્ટ ઓફ ઓર્ડર પણ કરવામાં આવ્યો હતો.

  મનોજ ઝાએ દાવો કર્યો છે કે,સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પ્રધાનમંત્રીની ટીપ્પણીને કાર્યવાહીમાંથી હટાવવી પડી હોય. સભાપત્તિ દ્વારા હટાવવામાં આવેલા આ વાક્યના કારણે તેમણે ખુશી પણ વ્યક્ત કરી હતી.

   શુક્રવારે રાજ્યસભાએ એ વાતની જાણકારી આપી હતી કે, પ્રધાનમંત્રીના ભાષણનો એ હિસ્સો હટાવી દેવામાં આવ્યો છે. મનોજ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે આ ટીપ્પણી આપત્તિજનક છે અને ખોટી રીતે કરવામાં આવી છે. સભાપત્તિ તરફથી તેમને આ વાત પર વિચાર કરવાનો આદેશ મળ્યો હતો. જે પછી વક્તવ્યમાંથી આ ભાગને હટાવી લેવામાં આવ્યો હતો.

(6:34 pm IST)