મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

નવાઝ શરીફના પુત્રો હસન - હુસેનને બ્લેકલીસ્ટ કરી પાસપોર્ટ બ્લોક કરાયા

ભ્રષ્ટાચારના કેસમાં હાજર નહીં રહેતા ભાગેડુ જાહેર

ઇસ્લામાબાદ તા. ૧૦ : પાકિસ્તાનના સત્તાવાળાઓએ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના પુત્રો હસન અને હુસેનને બ્લેકલિસ્ટ કરતા તેઓ હવે તેઓ પાકિસ્તાની પાસપોર્ટ પર મુસાફરી કરી શકશે નહીં.

લંડનમાં રહેતા શરીફના બંને પુત્રો સામે જુલાઇ ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટમાં કેસ ચાલતા હતા, પરંતુ ભ્રષ્ટાચારના ત્રણ કેસ પૈકી એક પણ કેસમાં હાજર રહ્યા ન હતા. ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થા નેશનલ એકાઉન્ટીબીલીટી બ્યુરો (એનબીએ) દ્વારા બંનેને એકિઝટ કન્ટ્રોલ લિસ્ટમાં મૂકવા વિનંતી કરી હતી જેની પર રખેવાળ સરકારે કોઇ નિર્ણય લીધો નથી.

એમબીએ દ્વારા ઇમિગ્રેશન એન્ડ પાસપોર્ટ ડાયરેકટરને ફરીથી વિન્ંતી કરાતા તેમના પાસપોર્ટ બ્લોક કરવા વિનંતી કરી હતી. ગયા સપ્તાહે ફેડરલ ઇન્વેસ્ટીગેશન એજન્સીએ હસન અને હુસેન સામે રેડ કોર્નર નોટીસ કાઢવા ઇન્ટરપોલ સમક્ષ રજૂઆત કરી હતી. એકાઉન્ટીબીલીટી કોર્ટે એવેનફિલ્ડના સંદર્ભમાં તેમની વિરૂધ્ધ વોરન્ટ કાઢયા હતા અને શરીફના બંને દિકરાઓને કોર્ટ સમક્ષ હાજર કરવા આદેશ કર્યો હતો. કોર્ટે તેમની વિરૂધ્ધ બિનજામીન પાત્ર વોરન્ટ પણ ઇશ્યુ કર્યા હતા.

ગયા મહિને કોર્ટે નવાઝ શરીફને ભ્રષ્ટાચાર કેસમાં દસ વર્ષની જેલની સજા ફટકારી હતી તો એમની પુત્રો મરિયમને સાત વર્ષની સજા કરી હતી.

ઉપરાંત કોર્ટે શરીફ પર ૮૦ લાખ અને મરિયમ પર ૨૦ લાખ પાઉન્ડનો દંડ પણ કર્યો હતો. પનામા પેપર્સમાં નામ હોવાના કારણે શરીફને ૨૦૧૭માં સુપ્રીમ કોર્ટે વડાપ્રધાન પદેથી ગેરલાયક ઠેરવ્યા હતા.(૨૧.૧૫)

(4:11 pm IST)