મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

ફેસબુક ડેટા લીક કેસમાં સીબીઆઇએ તપાસ શરૂ કરી

નવી દિલ્હી તા. ૧૦ : ફેસબુકમાંથી ભારતીયોના ડેટાની ચોરી કરવા બદલ સીબીઆઇએ કેમ્બ્રિજ એનાલિટિકા અને ગ્લોબલ સાયન્સ રિસર્ચ સામે પ્રાથમિક તપાસ શરૂ કરી દીધી છે. સીબીઆઇએ આક્ષેપ કર્યો છે કે કેમ્બ્રિજ એનાલિટિકાએ ગ્લોબલ સાયન્સ રિસર્ચ પાસેથી ડેટા મેળવ્યો હતો. ગ્લોબલ સાયન્સ રિસર્ચે ગેરકાયદેસર રીતે ફેસબુક પરથી માહિતી લીક કરી હતી.

 

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રિય કાયદા અને આઇટી પ્રધાન રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં ગયા મહિને જણાવ્યું હતું કે, આ કેસની તપાસ સીબીઆઇને સોંપી દેવામાં આવી છે.(૨૧.૧૫)

(4:10 pm IST)