મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

રાજ્યસભામાં NDAને સમર્થન કરવા પર PM મોદીએ શિવસેનાનો આભાર માન્યો

રાજયસભામાં એનડીએના ઉમેદવાર હરિવંશ નારાયણ સિંહના વિજય બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરેને ફોન કર્યો. ઉચ્ચ અધિકારી સૂત્રોએ જાણકારી આપી કે, બંને વચ્ચે કેટલીક મિનીટ સુધી વાતચીત થઈ. તે દરમ્યાન પીએમ મોદીએ ઉદ્ઘવ ઠાકરેનો આભાર વ્યકત કર્યો. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પણ ૭ ઓગષ્ટે ઠાકરે પાસે હરિવંશ નારાયણ સિંહ માટે સમર્થન માંગ્યું હતું. ગુરૂવારે યોજવામાં આવેલી ચૂંટણીમાં હરિવંશે કોંગ્રેસના ઉમેદવાર બીકે હરિપ્રસાદને ૨૦ મતથી હરાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાએ સમયથી શિવસેના પોતાના મુખપત્ર સામના દ્વારા પ્રધાનમંત્રી અને કેન્દ્રની બીજેપી સરકારની આર્થિક અને વિદેશી નીતિ પર વારંવાર હુમલા કરી રહ્યું છે. આ વર્ષે મે મહિનામાં મહારાષ્ટ્રના પાલઘર લોકસભા ચૂંટણીમાં પણ બંને દળ અલગ-અલગ થઈ ચૂંટણી લડ્યા હતા. બીજી બાજુ શિવસેના એ જાહેરાત પહેલા જ કરી ચુકી છે કે, વર્ષ ૨૦૧૯માં તે એકલી ચૂંટણી લડશે.રાજયસભામાં શિવસેના સભ્ય અનિલ દેસાઈએ ગુરૂવારે કહ્યું હતું કે, અમે એનડીએના ઉમેદવારનું સમર્થન કરીશું. બીજેપીથી નારાજ ચાલી રહેલી શિવસેનાના સભ્ય હમણાં જ મોદી સરકાર સામેના લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમ્યાન અનુપસ્થિત રહ્યા હતા. રાજયસભામાં શિવસેનાના ત્રણ સભ્ય છે. આ પહેલા પાર્ટી સાંસદ સંજય રાઉતે પણ ઉપસભાપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવારને સમર્થન કરવાની પુષ્ટી કરી હતી.

(3:57 pm IST)