મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

ભલે પ્રોપર્ટી પત્નીના નામે હોય પણ પતિએ ખરીદી હોય તો તે સાચો માલિક કહેવાય

દિલ્હી હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો

નવી દિલ્હી તા. ૧૦ : હાઈકોર્ટે કહ્યું છે કે એક વ્યકિતનો કાયદાકિય અધિકાર છે કે તે પોતાની આવકના  સ્ત્રોતથી પત્નીના નામે અલચ સંપત્ત્િ। ખરીદી શકે. આ રીતે ખરીદેલી સંપત્ત્િ।ને બેનામી ન ગણી શકાય. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે આવી સંપત્ત્િ।ની માલિક વ્યકિત એ જ કહેવાય જેણે પોતાની આવકથી ખરીદી હોય, નહીં કે જેના નામ પર હોય.

જસ્ટીસ વાલ્મીકિ જે. મહેતાની બેંચે એક વ્યકિતની અપીલ મંજૂર કરીને આ ટિપ્પણી કરી અને ટ્રાયલ કોર્ટે તેના આદેશને રદ કરી દીધો જેના પર તે વ્યકિત પાસેથી બે સંપત્ત્િ।ઓ પરનો હક રાખવાનો અધિકાર છીનવી લેવાયો હતો, જે તેણે પત્નીના નામે ખરીદી હતી. આ વ્યકિતની માંગ હતી કે તેણે આ બન્ને સંપત્ત્િ।ઓની માલિકીનો હક આપ્યો હતો, જે તેણે પોતાની આવકના  સ્ત્રોતથી ખરીદી હતી. જેમાં એક ન્યૂ મોતી નગર અને બીજી ગુડગાંવના સેકટર -૫૬માં હતી.

અરજકર્તાએ દાવો કર્યો કે આ બંને સંપત્તિઓનો સાચો માલિક તે છે, નહીં કે તેની પત્ની જેના નામ પર તેણે સંપત્તિ ખરીદી છે. પણ ટ્રાયલ કોર્ટે બેનામી ટ્રાન્ઝેકશન (પ્રોહિબેશન) એકટ, ૧૯૮૮ હેઠળની જોગવાઈના આધારે આ અરજકર્તાનો અધિકાર જપ્ત કરી લીધો હતો, જેના હેઠળ સંપત્તિ રિકવર કરવાના અધિકાર પર પ્રતિબંધ છે. હાઈકોર્ટે ટ્રાયલ કોર્ટ સંબંધિત આદેશને રદ કરીને કહ્યું કે નીચલી કોર્ટ આ વ્યકિતની અરજીને શરૂઆતમાં ફગાવી દીધી હતી. કારણ કે સંબંધિત આદેશ જયારે પસાર કરાયો ત્યારે પ્રોહિબેશન ઓફ બેનામી સંપત્ત્િ। ટ્રાન્ઝેકશન એકટ, ૧૯૮૮ સંશોધન સાથે લાગુ હતું.કોર્ટે કહ્યું કે આ સંશોધન કાયદામાં સાફ રીતે જણાવવામાં આવ્યું છે કે બેનામી ટ્રાન્ઝેકશન શું છે અને એવી કઈ લેવડ-દેવડ છે જે બેનામી નથી. હાઈકોર્ટે કહ્યું, હાલમાં પ્રોપર્ટીનું પત્નીના નામ પર હક હોવો કાયદાકીય રીતે અપવાદમાં આવે છે. કારણ કે વ્યકિતને કાયદો આ બાબતની પરવાનગી આપે છે કે તે પોતાની આવકના  સ્ત્રોતથી પોતાના સ્પાઉસ (પતિ અથવા પત્ની)ના નામે સંપત્તિ ખરીદી શકે અને જે પરિસ્થિતિઓમાં આ સંપત્તિ ખરીદવામાં આવે છે, તેનાથી ખરીદવામાં આવેલી સંપત્તિ બેનામી નથી, પણ માલિક એટલે કે અરજકર્તા છે, પત્નીની નહીં કે જેના નામ પર સંપત્તિ ખરીદવામાં આવી છે. એટલે કે ટ્રાયલ કોર્ટનો આ સંબંધમાં આદેશ નિયમ વિરુદ્ઘ છે.આ મામલે ફરી વિચાર કરવા માટે ટ્રાયલ કોર્ટ પાસે કેસને મોકલીને હાઈકોર્ટે કહ્યું છે કે અરજકર્તાને સંબંધિત કાયદા હેઠળ છૂટ મળવાનો અધિકાર છે કે નહી, આ તથ્યોની તપાસનો મુદ્દો છે જે ટ્રાયલ કોર્ટ હેઠળ થશે. આવા કેસને શરૂઆતમાં જ ફગાવી ના શકાય.(૨૧.૩૦)

(3:55 pm IST)