મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

ખાંડ સમજીને હીરો લઈને ભાગ્યો મંકોડો,સોશ્યલ મીડિયામાં વિડીયો થયો વાઈરલ

મુંબઈ, તા. ૧૦ :. આજકાલ સોશ્યલ મીડિયામાં એક મંકોડો છવાયો છે. એક વિડીયોમાં મંકોડો ઓલમોસ્ટ એની જ સાઈઝનો એક હીરો લઈને ભાગતો દેખાય છે. કદાચ મંકોડો આ હીરાને ખાંડનો કણ સમજી રહ્યો હશે, પરંતુ વિડીયોમાં જોઈ શકાય છે કે એ ખાંડ નહીં પણ પાસાદાર હીરો છે. છેલ્લા બે દિવસથી આ વિડીયો વાઈરલ થતા અવનવી કમેન્ટસ પણ ફરી રહી છે. હાલમાં ચોમાસુ ચાલી રહ્યું છે એટલે મંકોડાનું પ્રમાણ વધારે હોય એ સ્વાભાવિક છે, પરંતુ હીરાના કારખાનામાં આ રીતે મંકોડો ડાયમન્ડ લઈને નાસી છૂટે એ ઘટના થોડીક આશ્ચર્ય પમાડે એવી છે. આ વિડીયો કયાંનો છે અને કોણે ગમ્મત માટે એ શૂટ કર્યો છે ? એ જાણમાં નથી આવ્યું. એમાં પાછળથી હિન્દીમાં વાતચીત થઈ રહી છે, પરંતુ હીરાના કારખાના મોટા ભાગે ગુજરાત અને મુંબઈમાં જોવા મળે છે અને મોટાભાગે એમા ગુજરાતીઓ કામ કરતા હોય છે.

(3:39 pm IST)